શામળાજી મંદિર/ મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

યાત્રાધામ શામળાજી ખાતે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતુ. ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા. આજે મહાસુદ પૂર્ણિમાએ ભગવાનના દર્શનનું ખાસ મહત્વ હોય છે.

Top Stories Gujarat

શામળાજી-મહાસુદ પૂર્ણિમા યાત્રાધામ શામળાજી ખાતે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતુ. ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા. આજે મહાસુદ પૂર્ણિમાએ ભગવાનના દર્શનનું ખાસ મહત્વ હોય છે. શામળાજી-મહાસુદ પૂર્ણિમા તેથી આજે વહેલી સવારથી જ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

ભાવિકો વહેલી સવારથી જ મંદિરના સંકુલમાં ભગવાન શામળિયાના દર્શન માટે લાઇન લગાવી દીધી હતી. શામળાજી-મહાસુદ પૂર્ણિમા તેમા પણ ખાસ કરીને પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના નિજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ભગવાન શામળિયાના વિશેષ સોનાના આભૂષણો અને સફેદ કોટનના વસ્ત્રોથી સાજ શણગાર કરાયા હતા.

https://www.facebook.com/watch/?v=5897939350272489

અનેક ભક્તોએ શામળાજીના મંદિરના શિખરે ધજા ચઢાવવાનો પણ લ્હાવો લીધો હતો. દિવસ દરમિયાન હજારો ભક્તે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બનવાની સાથે ભક્તિભાવનો આવિર્ભાવ કર્યો હતો. ભાવિકો દર્શન કરીને ભાવવિભોર થઈ ગયા હતા. તેમના માટે આજનો દિવસ જીવનનો ધન્ય દિવસ બની ગયો હતો. ચોતરફ શામળાજીના દર્શનની અને તેમના શ્રૃંગારની જ ચર્ચા થતી હતી.

ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને મંદિર તરફથી પણ પૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને પોલીસ તંત્ર પણ સાબદુ હતુ. પોલીસની એક વધારાની ટુકડી પણ ગોઠવવામાં આવી હતી. મહાસુદ પૂર્ણિમાએ આમ પણ ધસારો રહેતો હોય છે તે જોઈને પોલીસે ભક્તોની સલામતી માટે તકેદારીના પૂરતા પગલાં લીધા હતા. ગુજરાતમાં મહાસુદ પૂર્ણિમાને ઉત્તરપ્રદેશમાં માઘ સ્નાન કહેવાય છે તથા માઘ પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે ત્યાં કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં ગંગા અને યમુના નદીમાં સ્નાન કરે છે. તેની સાથે તેમના ઇષ્ટદેવની પૂજા કરે છે. આ મહાસુદ પૂર્ણિમા પછી ટૂંક સમયમાં ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર પણ શરૂ કરે છે. તેએો તેમને જે પાક લેવાનો હોય તેની તૈયારી મહાસુદ પૂર્ણિમા પછી તરત જ કરવા માંડે છે.

આ પણ વાંચો

ગંદકીનું સામ્રાજ્ય/ અમદાવાદના એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્યઃ પીએમના સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડ્યા

વ્યાજખોરોનો આતંક/ વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદમાં વધુ એક વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ

Pervez Musharraf/ પરવેઝ મુશર્રફના વખાણ કર્યા બાદ ફસાયા શશિ થરૂર, સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા ટ્રોલ

Pervez Musharraf/ લંડન-દુબઈમાં ઘર… પાકિસ્તાની બેંકોમાં જમા હતી મોટી રકમ… પરવેઝ મુશર્રફે બનાવી હતી આટલી બધી સંપત્તિ