વ્યાજખોરોનો આતંક/ વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદમાં વધુ એક વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ફર્નિચરના વેપારીએ કારોબાર માટે 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, પરંતુ અમુક હપ્તા ભરી ન શકતા વ્યાજખોરોએ તેની સામે ચક્રવૃદ્ધિવ્યાજ ગણાવીને દોઢ કરોડથી વધુ રૂપિયા ખંખેરી લીધા હતા.

Top Stories Ahmedabad
વ્યાજખોરોનો આતંક

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી અભિયાન છેડ્યુ તેની અમદાવાદના વ્યાજખોરો પર ખાસ અસર થઈ લાગતી નથી. અમદાવાદમાં વ્યાજખોરના વિષચક્રમાં સપડાયેલા વેપારીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ફર્નિચરના વેપારીએ કારોબાર માટે 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, પરંતુ અમુક હપ્તા ભરી ન શકતા વ્યાજખોરોએ તેની સામે ચક્રવૃદ્ધિવ્યાજ ગણાવીને દોઢ કરોડથી વધુ રૂપિયા ખંખેરી લીધા હતા.

તેની સાથે વ્યાજખોરોએવેપારીને ધમકી આપી હતી કે તારી પત્નીને વેચીને પણ અમને રૂપિયા આપ, નહી તો તારી ખેર નથી. વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આત્મહતત્યાનો પ્રયાસ કર્યો હતો. વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવીં નથી. આમ એકબાજુએ વ્યાજખોરો સામે પોલીસે રાજ્યવ્યાપી અભિયાન છેડ્યું છે તો બીજી બાજુએ અમદાવાદમાં પોલીસ વ્યાજખોરો સામે ફરિયાદ જ નોંધતી નથી. આ સિવાય નોંધે છે તે માંડમાંડ નોંધે છે પણ કોઈ કાર્યવાહી કરતી નથી. આ સંજોગોમાં વેપારીએ સરકાર અને પોલીસ પાસે માંગ કરી છે કે વ્યાજખોરોના ત્રાસથી તેમને બચાવે.

વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હતો. પહેલા ફોન ઉપર અને બાદમાં ઘર ઉપર આવીને પઠાણી ઉઘરાણી કરતા હતા. ફર્નિચરના ગોડાઉનમાં રાખેલો તમામ સામાન પણ આ વ્યાજખોરો હજમ કરી ગયા હતા. આટલેથી ના અટકતા આ અસામાજિક તત્વોએ પીડિતત પાસે એક અઘટિત માંગણી કરી હતી અને આ માંગણી હતી કે તારી પત્નીને વેચીને પણ અમને અમારા પૈસા આપ.

વ્યાજખોરોની ધમકીથી ડરીને આ પીડિત પોલીસ પાસે ફરિયાદ કરવા ગયો હતો તેમ છત્તા પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતા આ યુવક ડરી ગયો હતો. અંતે કંટાળીને યુવકે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેને એક મહિનાની સારવાર લેવી પડી હતી. આ પ્રકારે ઘણા પરિવારો આવા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મોતને વહાલુ કરે છે. એકવાર વ્યાજના ચક્કરમાં ફસાયા પછી બહાર નીકળી શકતા નથી. જેને કારણે આપઘાત અને આપઘાતના પ્રયાસના બનાવો પણ બનતા રહે છે. રાજ્ય સરકારે વ્યાજખોરો વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરતા તેને વ્યાપક પ્રતિસાદ પણ મળ્યો. જોકે આ ઝુબેશ પુરી થયા બાદ હવે વ્યાજખોરોનું વલણ અને પોલીસની કાર્યવાહી કેવી રહે છે તે જોવાનું રહ્યું.

યક્ષ પ્રશ્ન/પક્ષના જ જૂના ધારાસભ્યો અને મંત્રીઓ પાસેથી સરકારી બંગલા ખાલી કેમ કરાવવા?

ગુજરાત/વડોદરામાં રોમિયોની કરાઇ ધોલાઇ, અલ્તાફ નામના યુવકને પકડી લોકોએ ફટકાર્યો

ગાંધીનગર/શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દૈનિક 11 હજાર બાંધકામ શ્રમિકોને માત્ર ₹5માં ભોજન