OMG!/ આટલી કોફી મોંઘી? એક કપલે પીધી બે કપ કોફી, સ્ટારબક્સે મોકલ્યું 3.6 લાખનું બિલ, જાણો પછી…

એક કપલે સ્ટારબક્સમાંથી બે કપ કોફીનો ઓર્ડર આપ્યો. જ્યારે સ્ટારબક્સે કપલને કોફીનું બિલ મોકલ્યું ત્યારે કપલ તેને જોઈને ચોંકી ગયું. કોફીના બે કપની કિંમત 3.6 લાખ રૂપિયા હતી. જાણો પછી શું થયું?

Ajab Gajab News Trending
કોફી

જો આપણે કહીએ કે કોફીના બે કપની કિંમત લાખોમાં છે, તો તમે હસશો અને મજાક માનશો. પરંતુ એ હકીકત છે કે બે કપ કોફીનું બિલ ત્રણ લાખ છ હજાર રૂપિયામાં મોકલવામાં આવ્યું છે. એક કપલે સ્ટારબક્સના આઉટલેટમાંથી બે કપ કોફીનો ઓર્ડર આપ્યો અને બિલ જોઈને ચોંકી ગયા. સમાચાર અહેવાલો અનુસાર, એક અમેરિકન કપલ જેસી અને ડીડી ઓ’ડેલને બે કપ સ્ટારબક્સ કોફી માટે લગભગ ₹3.6 લાખ ($4,456.27) ચૂકવવા પડ્યા હતા. ઓક્લાહોમાના આ કપલને બે કપ કોફી માટે આટલી મોટી કિંમત ચૂકવવી પડી, જે તેમણે આખા વર્ષના ભોજન માટે ચૂકવી ન હતી. બંનેએ એક આઈસ્ડ અમેરિકનો અને કારામેલ ફ્રેપ્યુચિનોનો બે કપ કોફીનો ઓર્ડર આપ્યો હતો.

જ્યારે કપલ ફરવા માટે બહાર નીકળ્યું ત્યારે તેઓએ બે કપ સ્ટારબક્સ કોફી પીધી અને ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કર્યું. કેટલા પૈસા કપાયા તે તરત જ તેને ખબર ન હતી, પરંતુ જ્યારે તે ખરીદી કરવા ગયો ત્યારે બેલેન્સ ઓવર લિમિટ દેખાવા લાગી. જ્યારે તેણે પોતાનું સ્ટેટમેંટ તપાસ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. વધુમાં વધુ પાંચથી છસો રૂપિયાની કોફી માટે તેણે ત્રણ લાખ છ હજાર રૂપિયા ચૂકવ્યા હતા. આ વાતની જાણ થતાં જ બંને ચોંકી ઉઠેલા સ્ટારબક્સ આઉટલેટ પર પહોંચ્યા અને ફરિયાદ કરી.

ધ ન્યૂ યોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો છે કે કપલે પછી આ બાબતને ઉકેલવા માટે લગભગ 30 – 40 વખત ગ્રાહક સેવાનો સંપર્ક કરવો પડ્યો હતો. જો કે, સ્ટારબક્સના પ્રતિનિધિએ કપલ પર આરોપ મૂક્યો અને કહ્યું કે જેસીએ મોટી ટિપ આપી હતી. પરંતુ જેસીએ આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે તેણે ‘નો ટિપ’ વિકલ્પ પસંદ કર્યો છે. આના પર પ્રતિનિધિએ કહ્યું કે નેટવર્કની સમસ્યા હોઈ શકે છે.

આ પછી, કપલની ફરિયાદ પર, સ્ટારબક્સે જવાબ આપ્યો કે તે એક ભૂલ હતી. ભૂલ સુધારવા માટે, સ્ટારબક્સે કોફીની સાચી કિંમત બાદ કરી અને બાકીની રકમનો ચેક દંપતીને આપ્યો. પરંતુ કપલ જેસી અને ઓ’ડેલનું કહેવું છે કે ચેક બાઉન્સ થયો હતો. તેઓ કહે છે કે દંપતી વર્ષોથી એક જ કંપનીની કોફી પીતા હોવા છતાં સ્ટારબક્સના વલણે તેમને અત્યંત નિરાશ કર્યા છે. કોફીનું બિલ બતાવતા તેણે કહ્યું કે અમે અત્યાર સુધી વિશ્વની સૌથી મોંઘી કોફીનો સ્વાદ ચાખ્યો છે. હસતાં હસતાં તેણે કહ્યું કે આટલી મોંઘી કોફી આ પહેલા ભાગ્યે જ કોઈએ પીધી હશે.

સ્ટારબક્સ દ્વારા જારી કરાયેલા નવા ચેકમાંથી પૈસા મળ્યા બાદ દંપતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે. જેસીએ અન્ય સ્ટારબક્સ ગ્રાહકોને તેમના બિલ પર આવી “નેટવર્ક ભૂલો” પર ધ્યાન આપવાની ચેતવણી પણ આપી હતી. આપને જણાવી દઈએ કે સ્ટારબક્સ તેની ખૂબ જ કિંમતી કોફી માટે જાણીતું છે. પણ આટલી મોંઘી કોફી, સાંભળીને કોઈ કહેશે – બાપ રે બાપ.

આ પણ વાંચો: લોકો અંતિમ સંસ્કાર માટે લઈ જતા હતા, અચાનક જીવિત થઈ મહિલા

આ પણ વાંચો:હોસ્પિટલમાં મૃત જાહેર કરેલી મહિલા સ્મશાનમાં જીવિત થઇ જતા નાસભાગ મચી,લોકો ડરી ગયા!

આ પણ વાંચો:આ દેશમાં ડુંગળી બની ગઈ ‘નવી કરન્સી’