ફિલ્મના આ મોશન પોસ્ટરમાં કપિલને એક અલગ અંદાજમાં રજુ કરાયો છે. કપિલની આ ફિલ્મને રાજીવ ઢીંગરાએ ડાયરેક્ટ કરી છે અને કે-૯ ફિલ્મ્સે તેનુ પ્રોડક્શન કર્યુ છે. કિસ કિસ કો પ્યાર કરું ફિલ્મથી બોલીવુડ ફિલ્મોમાં અભિનયની શરુઆત કરનાર કપિલની આ બીજી ફિલ્મ છે.
ફિરંગી ફિલ્મ ૧૦ નવેમ્બરના રોજ રીલીઝ થશે. જોકે હજી સુધી તેના ટીવી શોને લઈ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. કે-૯ ફિલ્મ્સ એ કપિલ શર્માનુ પોતાનુ પ્રોડક્શન હાઉસ છે.

આ ફિલ્મમાં કપિલ શર્મા ઉપરાંત ઈશીતા દત્તા અને મોનીકા ગીલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં કપિલ શર્માએ એક ગીત પણ ગાયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
