108 Kundi Mahayagna/ પાયલોટબાબાના સાન્નિધ્યમાં અમદાવાદમાં 108 કુંડી મહાયજ્ઞ યોજાશે

હિમાલયની સિદ્ધિ પરંપરાના વિશ્વવિખ્યાત સંત શ્રી પાયલોટબાબાના પાવન સાન્નિધ્યમાં 21-02-2023થી 03-03-2023 દરમિયાન અમદાવાદના આંગણે 108 કુંડી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞ યોજાનાર છે.

Gujarat
108 Kundi Mahayagna

પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિયેટ એડિટર

હિમાલયની સિદ્ધિ પરંપરાના વિશ્વવિખ્યાત સંત 108 Kundi Mahayagna શ્રી પાયલોટબાબાના પાવન સાન્નિધ્યમાં 21-02-2023થી 03-03-2023 દરમિયાન અમદાવાદના આંગણે 108 કુંડી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞ યોજાનાર છે. ડો. સુરેશ પટેલ, સરદાર પાર્ટી પ્લોટ, લક્ષ્મી સ્કાઈ સિટીની સામે, એસ.પી. રિંગરોડ, નરોડા દ્વારા યોજનારા મહાયજ્ઞમાં હજારો ભાવિક ભક્તો દર્શન કરનાર છે. મહાયજ્ઞની કળશ શોભાયાત્રા નરોડા વિસ્તારમાં 21-02-2023ના રોજ થશે. જ્યારે પૂર્ણાહૂતિ 03-03-2023ના રોજ થશે.

22મી ફેબ્રુઆરીએ મહાકાળીનો, 23 ફેબ્રુઆરીએ ભગવતી તારાદેવીનો, 108 Kundi Mahayagna 24મીએ દેવી ષોડશીનો, 25મીએ માતા ભુવનેશ્વરીનો, 26મીએ દેવી ભૈરવીનો, 27મીએ માતા છિન્નમસ્તાનો, 28મીએ માતા ઘુમાવતીનો, 1લીએ દેવી બગલામુખીનો, 2જીએ ભગવતી માતંગીદેવીનો, 3જીએ શ્રીદેવી કમલાનો મહાયજ્ઞ યોજાશે. હિમાયના યજ્ઞાચાર્ય પંડિતશ્રી જગદીશચંદ્ર શાસ્ત્રીજી દ્વારા મહાયજ્ઞ સંપન્ન થશે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વર્ષો બાદ આ પ્રકારનો 108 કુંડી મહાયજ્ઞ યોજાઈ 108 Kundi Mahayagna રહ્યો છે, જે શોભાયાત્રા બાદ સળંગ દસ દિવસ સુધી ચાલશે. ભાવિક ભક્તોની સાથે આ યજ્ઞના દર્શન મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, રાજકીય-સામાજિક આગેવાનો, અગ્રણી ડોક્ટરો સહિત હજારો ભાવિકો કરશે. પૂર્ણાહુતિ ત્રીજી માર્ચના રોજ થશે.

આ પણ વાંચોઃ Earthquake/ કચ્છમાં ફરીવાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, દુધઇ નજીક 3.2ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

આ પણ વાંચોઃ આઝમ ખાનના નામ પર હથોડો ચાલ્યો/ ‘મતાધિકાર ન હોય તેના નામની તક્તી કેવી રીતે હોય’

આ પણ વાંચોઃ ChatGPT/ ChatGPTએ મસ્કને કહ્યા”વિવાદાસ્પદ”, મસ્કે આપ્યો પ્રતિભાવ