Gujarat/ વિદ્યાર્થીના મોત બાદ વાલીઓનો બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો

ઊનાના ગીરગઢડાના કણેરી પ્રાથમિક શાળાના ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકો 17 ફેબ્રુઆરીના રોજ શાળાના શિક્ષીકા હંસાબેન ભીમાણીની પરવાનગી લઇને બપોરે 3.45 વાગ્યે લઘુશંકા કરવા ગયા હતા, જે બાદ સાંજના 6.30 વાગ્યે આ…

Gujarat Others

રિપોર્ટર: કાર્તિક વાજા (ઊના)

ઊનાના ગીરગઢડાના કણેરી પ્રાથમિક શાળાના ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકો 17 ફેબ્રુઆરીના રોજ શાળાના શિક્ષીકા હંસાબેન ભીમાણીની પરવાનગી લઇને બપોરે 3.45 વાગ્યે લઘુશંકા કરવા ગયા હતા, જે બાદ સાંજના 6.30 વાગ્યે આ બન્ને વિદ્યાર્થીઓના મૃતદેહ રૂપેણ નદી માંથી મળતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળતી હતી. ગ્રામજનો તેમજ વાલીઓ દ્રારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શિક્ષીકાની બેદરકારીથી બન્ને બાળકોના ડુબી જવાથી મોત થયા છે અને આજે સવારે ગ્રામજનો તેમજ વાલીઓએ પોતાના બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય કરતા તાલુકા શિક્ષણાધીકારી વાઢેર, પીએસઆઇ ડાંગર સહીતના અધિકારીઓ કણેરી મુકામે પોહચી ગયેલ અને વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું કે શિક્ષીકા હંસાબેન દ્રારા કાળજી રાખવામાં આવી હોત તો આ અઘટીત ઘટના ન બની હોત, વાલીઓ તથા ગ્રામજનો સાથે અધિકારીઓ દ્રારા ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ કણેરી પ્રાથમિક શાળાના શિક્ષીકા હંસાબેનની તાત્કાલીક અસરથી બોડીદર પ્રાથમિક શાળામાંથી બદલી કરવમાં આવી છે. વાલીઓ પણ હવે નિયમીતપણે બાળકોને શાળાએ અભ્યાસ અર્થે મોકલશે તેમ જણાવતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.