Nashik Collage: મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના પંચવટી વિસ્તારમાં આવેલી નાસિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી- અન્નાસાહેબ પાટીલ પોલિટેકનિક કોલેજમાં MBA CET પરીક્ષા દરમિયાન મૂંઝવણ પ્રવર્તી રહી હતી. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ હોલ ટિકિટનો સમય અઢી કલાકનો હતો. પરંતુ પરીક્ષા કેન્દ્ર પર લગાવવામાં આવેલી સ્ક્રીન પર સમય 180 મિનિટ એટલે કે 3 કલાક દર્શાવવામાં આવી રહ્યો હતો.
જેના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં મૂંઝવણનો (Nashik Collage) માહોલ સર્જાયો હતો. આ સાથે વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા દરમિયાન સર્વર ડાઉન હોવાના કારણે અનેક સમસ્યાઓ સામે આવી હતી. પરીક્ષા આપવા માટે કુલ 431 વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ ફરી પરીક્ષાની માંગ કરી છે. જો આમ ન થાય તો તેમની સંખ્યા વધારવામાં આવે તેવી વિદ્યાર્થીઓમાંથી માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે નારાજ વિદ્યાર્થીઓના વાલીઓએ પરીક્ષા કેન્દ્રનો ઘેરાવ કર્યો હતો અને કોલેજ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કોલેજ પ્રશાસન દ્વારા સ્થાનિક પોલીસને આ માહિતી આપવામાં આવી હતી. પોલીસ આવી જતાં તંગદિલી થાળે પડી હતી. આ સમગ્ર મામલે પોલીસે વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે કોલેજ પ્રશાસન સામે ગુનો નોંધ્યો છે.
