IPLની 16મી સિઝન એટલે કે IPL 2023ની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ છે. સિંગર અરિજીત સિંહે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કર પહેલા લગભગ 35 મિનિટ સુધી ચાહકોને તેની ધૂન પર ડાન્સ કરાવ્યો હતો. આ પછી અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના પરફોર્મ કર્યું હતું. લગભગ 4 વર્ષના અંતરાલ પછી, BCCI IPLની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં સફળ રહ્યું છે. છેલ્લી વખત ચાહકોએ 2018માં ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહનો આનંદ માણ્યો હતો.
હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિકે કહ્યું, ‘અમે પહેલા બોલિંગ કરીશું. અહીં રમવું હંમેશા સારું છે. નવી શરૂઆત, નવી સીઝન. દેશમાં લગભગ દરેકને તેની (ધોની) પાસેથી પ્રેરણા મળી છે.
આઈપીએલ 2023 આજથી શરૂ થઈ રહી છે. આજે પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે છે. ગુજરાતની ટીમે ગત સિઝનમાં રાજસ્થાનને હરાવીને તેની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું, જ્યારે ચાર વખતની ચેમ્પિયન CSK ગત સિઝનમાં પોઈન્ટ ટેબલમાં 9માં નંબરે રહી હતી.
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સે કર્યું જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટનું એલાન, ટીમમાં આ ડેશિંગ ખેલાડીની એન્ટ્રી
આ પણ વાંચો:તો ધોની નહીં રમે પહેલી મેચ, મેચ પહેલા આવ્યું મોટું અપડેટ
આ પણ વાંચો:વિરાટ કોહલીએ શેર કરી તેની 10મી માર્કશીટ, જાણો તે સમયે કેટલો હતો રન મશીનનો સ્કોર
આ પણ વાંચો: IPL 2023 પહેલા રિષભ પંત વાપસી માટે ભરી હુંકાર, કહ્યું- હું રમવા આવી રહ્યો છું
આ પણ વાંચો:IPL 2023ના પહેલા મોટા સમાચાર! મુંબઈ ઈન્ડિયન્સે બદલ્યો કેપ્ટન, આ ખેલાડીને મળી ટીમની કમાન
