ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાના કેસમાં ગુજરાતમાં Illegal Immigration ફરીથી ડીંગુચા જેવા કેસનું પુનરાવર્તન થયું છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના બનાવમાં વધુ એકનો ઉમેરો થયો છે. તેમા કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા દરમિયાન સેન્ટ લોરેન્સ નદીમાં આઠ લોકો ડૂબી ગયા છે. મૃતકોમાં ભારતીય કુટુંબના ચાર સભ્યોનો સમાવેશ થાય છે.
કેનેડિયન કોસ્ટગાર્ડે ગુમ થયેલા બાળક માટે તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ ત્યારે Illegal Immigration તેને ગુરુવારે બપોરે ક્વિબેકના ભેજવાળા વિસ્તારમાંથી આઠ મૃતદેહ મળી આવ્યા હતા. ેકવેસ્ન મોહોક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી.એન. ઓ બ્રાયને શુ્કરવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મળી આવેલા આઠ મૃતદેહો બે કુટુંબના હોવાનું મનાય છે. એક પરિવાર રોમાનિયન મૂળનો છે અને બીજો પરિવાર ભારતીય મૂળનો છે. આ સાથે રોમાનિયન કુટુંબનું માસૂમ બાળક હજી સુધી મળ્યું નથી. તેથી તેની શોધ જારી રાખીશું.
આ અંગે મનાય છે કે તમામ મૃતકો કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. Illegal Immigration પોલીસે જણાવ્યું હતું કે આ મૃતદેહમાં એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકો હતો. બાળકના મૃતદેહની સાથે એક રોમાનિયન કુટુબનો કેનેડિયન પાસપોર્ટ મળી આવ્યો હતો. જો કે હજી સુધી મૃતદેહોની ઓળખ થઈ નથી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે આ બનાવ અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. Illegal Immigrationતેમણે જણાવ્યું હતું કે આ બંને કુટુંબોનું શું થયું તેના સવાલોના જવાબ શોધવાની જરૂર છે. તેમા પણ ખાસ કરીને નાના બાળકોના મૃતદેહ મળી આવ્યા તે હૃદયસ્પર્શી બાબત છે. આ સમયે પ્રિયજનો ગુમાવનારા કુટુંબો સાથે અમારી સંવેદના છે. તેમનના માટે અમે અમારાથી બધુ જ કરી છૂટીશું.
એકવેર પોલીસનું કહેવું છે કે જાન્યુઆરીથી ્ત્યાર સુધીમાં મોહોક વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કેનેડા કે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી 48 ઘટનાઓ બની છે. તેમાના મોટાભાગના ભારતી કે રોમાનિયન મૂળના છે. જાન્યુઆરી 2022માં કેનેડા-યુએસ બોર્ડર પાસે મેનિટોબામાં એક હાળક સહિત ચાર ભારતીયોના મૃતદેહ મળી આવ્યા હતા. એપ્રિલ 2022માં એક્વેર મોહોકપ્રદેશમાંથી પપસાર થતી સેન્ટ રેિંગિગ્સ નદીમાં ડૂબતી બોટમાંથી છ ભારતીય નાગરિકોને બચાવાયા હતા.
આ પણ વાંચોઃ America/ અમેરિકામાં તોફાનના લીધે 7 લોકોના મોત અનેક લોકો ઘાયલ
આ પણ વાંચોઃ Pakistan/ પાકિસ્તાનની કોર્ટે રદ કર્યો રાજદ્રોહ કાયદો, શું ભારતમાં પણ ખતમ થશે?
આ પણ વાંચોઃ Pakistan/ પાકિસ્તાનની કોર્ટે રદ કર્યો રાજદ્રોહ કાયદો, શું ભારતમાં પણ ખતમ થશે?
