GUJ RTO/ RTOને મળી ગયું છે લોકોને હેરાન કરવાનું લાઇસન્સ! 20 દિવસથી સર્વરની કામગીરી ઠપ્પ

ગુજરાતમાં RTOને જાણે લોકોને હેરાન કરવાનું લાઇસન્સ મળી ગયું છે. આરટીઓમાં છેલ્લા 20 દિવસથી જાણે 2010 પહેલાના લાઇસન્સની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. આના પગલે સ્થિતિ એવી સર્જાઈ છે કે જૂના લાઇસન્સધારકો રોજ ધક્કા ખાય છે અને વીલા મોઢે પાછા જાય છે. 

Gujarat

ગુજરાતમાં RTOને જાણે લોકોને હેરાન કરવાનું લાઇસન્સ Gujarat RTO મળી ગયું છે. આરટીઓમાં છેલ્લા 20 દિવસથી જાણે 2010 પહેલાના લાઇસન્સની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. આના પગલે સ્થિતિ એવી સર્જાઈ છે કે જૂના લાઇસન્સધારકો રોજ ધક્કા ખાય છે અને વીલા મોઢે પાછા જાય છે.  હવે જૂના લાઇસન્સધારકો માટે સ્થિતિ એ આવશે કે તેમનું લાઇસન્સ હવે રીન્યુ નહી થાય પણ તેમણે નવું કઢાવવું પડશે. Gujarat RTO આવા લાઇસન્સધારકો એક કે બે નથી પણ ચાલીસ હજારથી પણ વધારે છે. આમ હવે જે કામ 400 રૂપિયામાં પૂરુ થતુ હતુ તેના માટે તેમણે દોઢ હજારનો ખર્ચ કરવો પડશે તેમ મનાય છે.

2010 પહેલાના લાયસન્સ રિન્યૂઅલ થતાં અટકી ગયા
દેશમાં મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. પરંતુ કેટલીક સેવાઓમાં Gujarat RTO ટેક્નિકલ ખામીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક નેટ કનેક્ટિવિટીનાં ધાંધિયા તો ક્યારેક સોફ્ટવેર કામ આપતા બંધ થઈ જવા જેવી ઘટનાઓ નાગરિકોની મુસીબત વધારી રહી છે. RTOની વેબસાઈટનું હોમ પેજ જેમાં અત્યાર સુધી ફેસલેસ સુવિધા ચાલતી હતી એટલે કે, અરજદાર લાયસન્સ વિષયક કામો પોતાના ઘરે બેઠા કરાવી શકતો હતો. પરંતુ  છેલ્લા કેટલાય દિવસથી આ વેબસાઈટ પર 2010 પહેલાના લાયસન્સ રિન્યૂઅલ થતાં અટકી ગયા છે. જેના કારણે લાયસન્સ રિન્યૂઅલની કામગીરી અટવાઈ ગઈ છે.

ફરી જટિલ પ્રકિયામાંથી પસાર થવું પડશે?
વાહન વ્યવહાર વિભાગની વેબસાઈટ જૂના ડેટા સ્વીકારતી નથી, Gujarat RTO આથી 2010 પહેલાના ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યૂઅલની કામગીરી અટવાઈ ગઈ છે, જેના કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે, અરજદારો આરટીઓ કચેરીમાં જાય છે તો ત્યાંથી પણ સંતોષકારક જવાબ મળતા નથી. લાયસન્સના કામ માટે અરજદારોની મદદ કરતાં એક નાગરિકનું કહેવું છે કે, જો આ ઓનલાઈન ગૂંચ નહી ઊકેલાઈ તો જૂના લાયસન્સ ધારકોને લાયસન્સ માટેની આખી જટીલ પ્રકિયામાંથી પસાર થવું પડશે.

આરટીઓની વેબસાઈટ પર બેકલોગ લાયસન્સની ઓનલાઈન કામગીરી અટકી પડી છે. Gujarat RTO તો બીજી તરફ અમદાવાદ આરટીઓ આ મુદ્દે મીડિયા સામે બોલવા તૈયાર નથી. બધાનું એક જ રટણ છે કે, રાજ્યભરમાં એક સરખી સમસ્યા છે. ત્યારે હવે અરજદારોને લાયસન્સ રિન્યૂ માટે હજારથી પંદરસો રૂપિયા સુધીનો આર્થિક ફટકો પડે તેવી દહેશત ઊભી થઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે, RTO નાગરિકોના હિતમાં આ સમસ્યાનું કેવી રીતે નિવારણ લાવે છે.

આ પણ વાંચોઃ Bihar-Amit Shah/ બિહારમાં અમિત શાહે ફૂંકયું ચૂંટણીનું બ્યુગલ- લોકસભાની બધી 40 બેઠક જીતવાનો દાવો કર્યો

આ પણ વાંચોઃ અમદાવાદ/ યુપીનો માફિયા અતીક અહેમદ બન્યો કેદી નંબર 17052, જેલમાં મારશે ઝાડું, મળશે 25 રૂપિયા

આ પણ વાંચોઃ બિહાર હિંસા/ બિહારમાં હિંસા અંગે ગિરિરાજસિંહે નીતિશકુમારનું રાજીનામુ માંગ્યું