પાટીદાર માનહાનિ/ રાહુલ ગાંધીને માનહાનિની સજા થઈ શકતી હોય તો પાટીદાર સમાજ પર ટિપ્પણી કરનારાઓને સજા કેમ નહી

પાટીદાર અનામત આંદોલન સમિતિના દિનેશ બાંભણીયાએ જણાવ્યું છે કે જો મોદી સમાજ સામે અયોગ્ય ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને સજા થઈ શકતી હોય તો પછી પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો Patidar Manhani સામે અનેક અભદ્ર ટિપ્પણી કરનારાઓને સજા કેમ ન થઈ શકે.

Gujarat

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં જાહેર સભામાં જણાવ્યું હતું કે Patidar Manhani બધા જ મોદીની અટક ચોર કેમ છે તેને લઈને ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ તેમની સામે સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. હવે મોદી સમાજ પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને બે વર્ષની સજા પણ થઈ છે અને હાલમાં તે જામીન પર બહાર છે. હવે આ જ બાબતને આધાર બનાવીને પાટીદાર અનામત આંદોલન સમિતિના દિનેશ બાંભણીયાએ જણાવ્યું છે કે જો મોદી સમાજ સામે અયોગ્ય ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને સજા થઈ શકતી હોય તો પછી પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો Patidar Manhani સામે અનેક અભદ્ર ટિપ્પણી કરનારાઓને સજા કેમ ન થઈ શકે.

તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે પાટીદાર આંદોલન Patidar Manhani દરમિયાન પાટીદાર સમાજ સામે થયેલી અસભ્ય અને અભદ્ર ટિપ્પણીઓ બદલ પુરાવા સાથે ફરિયાદ કરી છે અને તેના અંગે વારંવાર રજૂઆતો પણ કરી છે છતાં આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. તે સમયે સરકાર દ્વારા આ મુદ્દે પુંજ કમિશનની રચના કરવામાં આવી હતી અને છ મહિનામાં જ તેનું નિરાકરણ લાવવામાં આવશે તેમ કહેવાયું હતુ. આ વાતને છ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ હજી સુધી તેના અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

આ અંગે હવે પાટીદાર સમિતિએ રજૂઆત કરી છે કે સુરતના જે જજે રાહુલ ગાંધીની Patidar Manhani વિરોધમાં જ્ઞાતિગત ટિપ્પણી અંગે ચુકાદો આપ્યો તે જ જજને પુંજ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવે, જેથી અમારી પડતર સમસ્યાઓનું નિરાકરણ થાય. તેની સાથે પાટીદાર સમાજને પણ ન્યાય થાય અને તે રાહતની લાગણી અનુભવે. ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજે અનામતને લઈને 2015માં જબરજસ્ત આંદોલન કર્યુ હતુ અને તેના લીધે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે રાજીનામુ આપવું પડ્યુ હતુ. તેની સાથે તે હકીકત પણ પુરવાર થઈ હતી કે ગુજરાતના કોઈપણ પટેલ મુખ્યમંત્રી માટે સત્તા પર પાંચ વર્ષ પૂરા કરવા અત્યંત કપરી બાબત છે. પાટીદાર અનામત આંદોલન હવે જેની આગેવાની હેઠળ થયું હતું તે હાર્દિક પટેલ પહેલા કોંગ્રેસમાં જઈને આજે ભાજપની વિરમગામ વિધાનસભા બેઠકનો જન પ્રતિનિધિ છે.

 

આ પણ વાંચોઃ RBI Repo Rate/ RBIએ રેપો રેટ 6.5 પર યથાવત રાખ્યો, મધ્યમ વર્ગને હાશ

આ પણ વાંચોઃ હત્યા કેસ/ ગર્લફ્રેન્ડ કેનેડાથી મળવા આવી, બોયફ્રેન્ડે હત્યા કરી લાશ દાટી દીધી, એક વર્ષે હાડપિંજર મળ્યું

આ પણ વાંચોઃ બર્નાર્ડ આર્નોલ્ટ/ વિશ્વના સૌથી સંપત્તિવાન બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિએ 200 અબજ ડોલરની સપાટી વટાવી