Bollywood/ અમીષા પટેલ પર ફરી છેતરપિંડીનો આરોપ, પ્રોડ્યુસર્સ એસોસિએશને મોકલ્યું સમન્સ

નિર્માતા હરેશ પટેલે ઈન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશનમાં અમીષા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ IMPPAએ અભિનેત્રીને સમન્સ પાઠવ્યું છે.

Trending Entertainment

વિવાદોના કારણે અવારનવાર હેડલાઇન્સમાં છવાયેલી અમીષા પટેલ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. નિર્માતા હરેશ પટેલે ઈન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશનમાં અમીષા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ IMPPAએ અભિનેત્રીને સમન્સ પાઠવ્યું છે.

અમીષા દ્વારા ચેક બાઉન્સ થયો

અહેવાલો અનુસાર, નિર્માતા હરેશ પટેલે IMPPAને પત્ર લખીને દાવો કર્યો હતો કે તેણે વર્ષ 2017માં ફિલ્મ ‘દેશી મેજિક’ માટે અમીષા પટેલના પ્રોડક્શન હાઉસને 65 લાખની લોન આપી હતી. પરંતુ આજદિન સુધી તેમને ચૂકવણી કરવામાં આવી નથી. અભિનેત્રી દ્વારા છેલ્લા 5 વર્ષમાં ઘણા ચેક આપવામાં આવ્યા હતા પરંતુ તે બધા બાઉન્સ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આક્ષેપો પહેલા પણ થઈ ચૂક્યા છે

આપને જણાવી દઈએ કે આ પહેલા નિર્માતા અજય કુમાર સિંહે અમીષા પટેલ પર ચેક બાઉન્સ, છેતરપિંડી અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આના પર રાંચી સિવિલ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ પણ જારી કર્યું હતું. આપને જણાવી દઈએ કે અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં તે સની દેઓલ સાથે જોવા મળશે.

આ પણ વાંચો:જાણો સિંગર લકી અલીએ તેના હિંદુ પ્રશંસકોની કેમ માફી માંગી

આ પણ વાંચો:સલમાન ખાનના લુંગી ડાન્સનો વિરોધ, દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાનો લાગ્યો આરોપ

આ પણ વાંચો:સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની મળી ધમકી, જણાવ્યું કઈ તારીખે કરશે મર્ડર

આ પણ વાંચો:અનિલ કપૂરે -110 ડિગ્રી સેલ્સિયસમાં કર્યું વર્કઆઉટ, 66 વર્ષની ઉંમરે કહ્યું સેક્સી દેખાવાનું રહસ્ય

આ પણ વાંચો:અલ્લુ અર્જુનનો દેવી ભેષ જોઈને પ્રશંસકો થયા ગુસ્સે, કહ્યું- ‘હવે અમે દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ’