AMC-Air Quality Index/ અમદાવાદમાંં એર ક્વોલિટી ઇન્ડેક્સ કથળતા એએમસી જાગીઃ પીરાણામાં મૂક્યા મિસ્ટ કેનન મશીન

અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ કથળતા જતાં મહાનગરપાલિકા (એએમસી)  સફાળી જાગી છે. તેણે  નાગરિકોની સલામતી માટે અમહત્વનું પગલું લીધું છે. અમદાવાદ મહાનગરપાલિકાનાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્રારા ત્રણ કરોડના ખર્ચે મિસ્ટ કેનન મશીન વસાવવામાં આવ્યા છે.

Ahmedabad Gujarat

અમદાવાદ: અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ કથળતા જતાં AMC-Air Quality Index મહાનગરપાલિકા (એએમસી)  સફાળી જાગી છે. તેણે  નાગરિકોની સલામતી માટે અમહત્વનું પગલું લીધું છે. અમદાવાદ મહાનગરપાલિકાનાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્રારા ત્રણ કરોડના ખર્ચે મિસ્ટ કેનન મશીન વસાવવામાં આવ્યા છે. આ મશીન પીરાણાના બાયોમાઈનિંગ સાઈટ પર મુકવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા વસાવવામાં આવેલાં આ મશીન હવામાં રહેલાં PM10 ધૂળનું પ્રમાણ અને અને PM2.5 ધુમાડાનું પ્રમાણ હવામાં ભળતું અટકાવવાનું કામ કરે છે.

જોકે, આ મશીન કાર્યરત હોવા છતાં પિરાણામાં બપોરના 12 વાગે PM10 150, જ્યારે PM2.5 93 એર ક્વોલિટી ઈન્ડેક્સ જોવા મળ્યો હતો. કોર્પોરેશન દ્રારા જે મશીન વસાવવામાં આવ્યા છે, તે મિસ્ટ વોટર સ્પ્રીકલર છે. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેકટર હર્ષદરાય સોલંકીના કહેવા પ્રમાણે, આ મશીન દ્રારા જમીન પર પાણીનો છંટકાવ થશે. જેને કારણે માટી જમીન પર બેસી જશે. માટી હવામાં ન ભળે ત્યાં સુધી વાતાવરણમાં ધૂળ અને ધુમાડાની માત્રા વધશે નહીં.

PM10 એટલે ધૂળનું પ્રમાણ અન PM2.5 ધુમાડાનું પ્રમાણ. કોઈપણ વિસ્તારની AMC-Air Quality Index એર ક્વોલિટી ઈન્ડેક્સમાં PM10ની માત્રા જો 40થી ઓછી હોય તો હવા સારી હોય છે. જ્યારે 80થી ઉપર હોય ખરાબ અને 120થી 300 અત્યંત ખરાબ હોવાનું સામે આવશે. PM10નું લેવલ જો વધારે હોય તો આંખો નાક અને ગળામાં દુખાવો થાય છે. જ્યારે PM2.5નું હવામાં પ્રમાણ વધારે હોય તો ફેફસાં માટે ઘાતક હોય છે. CPCBના રિપોર્ટ મુજબ હવામાં ધુળના રજકણોની માત્રા 60 હોવી જોઈએ, જ્યારે ધુમાડાની માત્રા 40 હોવી જોઈએ. જેની સામે અમદાવાદમાં ધૂળના રજકણોનું પ્રમાણ નિયત કરતા ચાર ગણા વધુ હોવાનું સામે આવે છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા વસાવવામાં આવેલાં આ મશીન હવામાં રહેલાં PM10 ધુળનું પ્રમાણ અને અને PM2.5 ધુમાડાનું પ્રમાણ હવામાં ભળતું અટકાવવાનું કામ કરે છે. જોકે, આ મશીન કાર્યરત હોવા છતાં પીરાણામાં બપોરના 12 વાગે PM10 105, જ્યારu PM2.5 93 એર ક્વોલિટી ઈન્ડેક્સ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ ઓફિસર સસ્પેન્ડ/સીએમના ભુજના કાર્યક્રમમાં સૂઈ જનારા અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ ગુજરાત/ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલા કામોસમી વરસાદ,જાણો શું કહ્યું કૃષિ મંત્રી રાઘવજી પટેલે

આ પણ વાંચોઃ Modi Surname Case/રાહુલ ગાંધીને સજા કે રાહત? હાઈકોર્ટમાં થઇ રહી છે સુનાવણી