Pak-Imran Crisis/ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ડર્યા ઈમરાન ખાન, કહ્યું- કોર્ટની બહાર ફરી કરવામાં આવશે ધરપકડ

ઈમરાન ખાનના જામીન પર સુનાવણી ચાલી રહી છે. તે જ સમયે, સુનાવણી શરૂ થતાં જ ઇમરાન ખાનના સમર્થકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

Top Stories World
ઈમરાન

જ્યાં હાલ પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનના જામીન પર સુનાવણી ચાલી રહી છે. તે જ સમયે, સુનાવણી શરૂ થતાં જ ઇમરાન ખાનના સમર્થકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તે જ સમયે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર ઈમરાન ખાને કહ્યું કે, મને ડર છે કે હાઈકોર્ટમાંથી બહાર આવતા જ મારી ફરી ધરપકડ થઈ જશે.

હકીકતમાં, માહિતી અનુસાર, પંજાબ પોલીસ અને રેન્જર્સની એક ટીમ હાઈકોર્ટની બહાર અન્ય ચાર કેસમાં ખાનની ધરપકડ કરવા માટે તૈયાર છે. જ્યારે ઈમરાનને આ વાતની જાણ થઈ તો તેણે પોતાના વકીલના મોબાઈલ દ્વારા દેશની સ્થાનિક ‘સામા ન્યૂઝ ચેનલ’ સાથે વાત કરી. કહ્યું- જો હવે ધરપકડનું કૃત્ય થશે તો હંગામો થશે, આ માટે મને જરા પણ જવાબદાર ન ગણશો.

જણાવી દઈએ કે, ગત ગુરુવારે સુપ્રીમ કોર્ટે અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડમાં ઈમરાનને ગેરકાયદેસર ગણાવીને તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેને શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન લેવાનું કહેવામાં આવ્યું હતું.

જો કે અન્ય એક તોશાખાના કેસમાં હાલ ઈમરાનને રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે હવે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. નોંધનીય છે કે પાકિસ્તાનના ચૂંટણી પંચે આ મામલે ક્રિમિનલ ટ્રાયલ માટે પરવાનગી માંગી હતી. જેની સામે ઈમરાને ફરી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી દીધી અને કહ્યું કે સેશન્સ કોર્ટ આગામી આદેશ સુધી આ કેસમાં કોઈ સુનાવણી હાથ ધરશે નહીં.

આ પણ વાંચો:પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, પાક રેન્જર્સે કરી કાર્યવાહી

આ પણ વાંચો:ઇમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાન ભડકે બળ્યુંઃ આજે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન

આ પણ વાંચો:પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ,હાઇકોર્ટે કાર્યવાહીને યોગ્ય ઠેરવી

આ પણ વાંચો: ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભારે હંગામો, સમર્થકોએ રેડિયો સ્ટેશનને લગાવી આગ

આ પણ વાંચો:સંસદમાં બોલવા ન દેવાતા આ દેશના સાંસદે કપડા ઉતાર્યા