બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા ફિલ્મ સ્ટાર્સ આવી ગયા કે જેને પોતાના અભિનયને કારણે ઘણી જગ્યા એ પ્રશંસા મેળવી હતી, પરંતુ જેટલી ઝડપથી તેઓ ચર્ચામાં આવ્યા તેટલી જ ઝડપથી તેઓ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ પણ થઈ ગયા. હાલમાં જ રિલીઝ થયેલી કેરેલા સ્ટોરી આ સમયે ઘણી ચર્ચામાં છે. તેમાં અભિનય કરનાર અભિનેત્રી અદા શર્માના પણ લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. આ સમયે સોશિયલ મીડિયામાં પણ અદાનું વર્ચસ્વ છે, પરંતુ એક ડર છે કે તેની કારકિર્દી પણ અન્ય લોકોની જેમ ઝડપથી અટકી જશે. તો ચાલો આજે જાણીએ બોલિવૂડના આવા જ કેટલાક એક્ટર અને એક્ટ્રેસ વિશે કે જેઓ જેટલી ઝડપથી આગળ આવ્યા એટલા જ ઝડપથી ગાયબ પણ થઇ ગયા.
તે સમયે ખુબ જ ચર્ચામાં રહેલી ફિલ્મ મૈં હુ ના ફિલ્મમાં કામ કરનાર ઝાયેદ ખાન કે જેને લક્ષ્મણ પ્રસાદની ભૂમિકા ભજવી હતી. અને ઝાયેદ ખાનને આ ફિલ્મ બાદ ઘણો પ્રેમ પણ મળ્યો હતો, પરંતુ તે બાદ તે કોઈ પણ બીજી મોટી ફિલ્મમાં જોવા મળ્યો નહોતો. અને એવું માનવામાં આવે છે કે શરૂઆતની હિટ ફિલ્મે જ તેની કારકિર્દીનો અંત લાવી દીધો હતો.

ધમાકેદાર ફિલ્મોમાં કામ કરનાર રાહુલ રોયથી તો લગભગ બધા જ પરિચિત હશે, અને ભાગ્યે જ એવું કોઈ જોવા મળશે કે જે ફિલ્મ આશિકી ફિલ્મના હીરો રાહુલ રોયને જાણતા નહિ હોય. પરંતુ તે સમયગાળામાં ધમાકેદાર ફિલ્મ આપવા છતાં, રાહુલ પછીથી કોઈ ભૂમિકામાં દેખાયો નહીં અને ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો.

ગજની અને રેડ્ડી જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર અસિનને તો તમે ઓળખી જ લીધી હશે. આ બે મુવી સિવાય તે હાઉસફુલ 2માં પણ જોવા મળી હતી અને આવી તમામ હિટ ફિલ્મો આપ્યા બાદ તેની કરિયર નો અંત તેના મેરેજ થયા બાદ આવ્યો. કેમ કે લગ્ન બાદ તેની ફિલ્મી કરિયર સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ.

પહેલા ટીવી સીરીઅલમાં કામ કરનાર અને ત્યારબાદ ફિલ્મી દુનિયામાં પગ મુકનાર પ્રાચી દેસાઈ પણ વધુ સમય સુધી ઈન્ડસ્ટ્રીમાં ટકી શકી નહીં.

નમ્રતા શિરોડકર જે તેના દાયકાની પ્રખ્યાત મોડલ (Model), અને મિસ ઇન્ડિયા (Miss India)પણ રહી ચુકી છે.પણ તે આ સુપરહિટ ફિલ્મ પછી તે લગભગ ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હતી. તેની મુખ્ય ફિલ્મોમાં ‘કચ્ચે ધાગે, વાસ્તવ, પુકાર, દિલ વિલ પ્યાર વ્યાર, વંશી, હીરો હિન્દુસ્તાની, આગાઝ, પ્રાણ જાયે પર શાન ના જાયે તેમજ અલબેલા ફિલ્મનો સમાવેશ થાય છે. નમ્રતા છેલ્લે વર્ષ 2004માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘અંજી’માં જોવા મળી હતી.

સલમાન ખાનની હિરોઈન તરીકે જાણીતી ભાગ્યશ્રીને મૈંને પ્યાર કિયા ફિલ્મથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેનો અભિનય બેજોડ હતો, પરંતુ તે પછી તેની કારકિર્દી અટકી ગઈ. હવે તે ફિલ્મોમાં જોવા મળતી નથી.

ચાર્મિંગ બોય તરીકે જાણીતા ફરદીન ખાનને હે બેબી ફિલ્મથી ઘણી ઓળખ મળી હતી. પરંતુ તે પછી તે કોઈપણ ફિલ્મમાં ધમાકેદાર પરફોર્મન્સ આપી શક્યો નહીં અને તેની ફિલ્મનો સૂરજ અસ્ત થઈ ગયો.

જન્નત ફિલ્મમાં જોવા મળેલી સોનલ ચૌહાણને લોકોએ પસંદ કરી હતી, પરંતુ આ ફિલ્મ પછી સોનલ ખૂબ ઓછી એક્ટિંગ કરતી જોવા મળી હતી.
![]()
અદા શર્મા હાલમાં તેની તાજેતરની ફિલ્મ ધ કેરલા સ્ટોરીથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, પરંતુ ચાહકોને ડર છે કે તેની કારકિર્દી અન્ય લોકોની જેમ અચાનક વળાંક લઈ શકે છે.

