Not Set/ હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીનો સાથી વસીમ શાહ ઠાર

2015ની સાલમાં કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર બુરહાન વાની અને તેના 10 સાથીઓની આ તસવીર માત્ર વાયરલ જ થઇ નથી.પરંતુ દેશ-દુનિયામાં કેટલાંય મેગેઝીનો અને છાપામાં ખૂબ છપાઇ હવે તે એક ઇતિહાસ બની ગઇ છે.આ તસવીરમાં બુરહાન બ્રિગેડનો છેલ્લો આતંકી વસીમ અહમદ શાહ શનિવારના રોજ પુલવામા જિલ્લાની અંદર ગામમાં સુરક્ષાબળોની સાથે એક જૂથ અથડામણમાં મૃત્યુ પામ્યો. ફોટમાં દેખાતા […]

India

2015ની સાલમાં કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર બુરહાન વાની અને તેના 10 સાથીઓની આ તસવીર માત્ર વાયરલ જ થઇ નથી.પરંતુ દેશ-દુનિયામાં કેટલાંય મેગેઝીનો અને છાપામાં ખૂબ છપાઇ હવે તે એક ઇતિહાસ બની ગઇ છે.આ તસવીરમાં બુરહાન બ્રિગેડનો છેલ્લો આતંકી વસીમ અહમદ શાહ શનિવારના રોજ પુલવામા જિલ્લાની અંદર ગામમાં સુરક્ષાબળોની સાથે એક જૂથ અથડામણમાં મૃત્યુ પામ્યો. ફોટમાં દેખાતા તમામ 10 આતંકવાદી કાશ્મીરમાં મરી ગયા અને 11મો આતંકવાદી તારિક પંડિત આત્મસમર્પણ કર્યા બાદ જેલમાં સજા કાપી રહ્યો છે.તસવીરમાં બુરહાન વાનીની સાથે જે બાકી 10 આતંકવાદી છે તેમાંથી 2015મા જ બુરહાન વાનીની સાથો સાથ 7 આતંકવાદી મૃત્યુ પામ્યા હતા…જ્યારે બુરહાન વાનીના ઉત્તરાધિકારી સબજાર ભટ અને એક અણિને 2016મા મારી નાંખવામાં આવ્યો અને માત્ર એક બાકી આતંકી વસીમ શાહને શનિવારના રોજ મારી નાંખ્યો.જો કે વસીમ શાહ બુરહાન વાનીના મૃત્યુ બાદ હિઝબુલ મુઝાહિદ્દીનને છોડી લશ્કર-એ-તૈયબામાં સામેલ થઇ ગયા હતા અને શોપિયાં જિલ્લાનો લશ્કર કમાન્ડર હતો.2015ની સાલમાં આ તસવીર વાયરલની સાથો-સાથ કાશ્મીરમાં આતંકવાદીઓ માટે પ્રચારનું એક સાધન પણ બની ગયું હતું અને માનવામાં આવી રહ્યું છે કે આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ કેટલાંય કાશ્મીરી યુવાન આતંકવાદની રાહ પર ચાલતા આતંકી ગ્રૂપમાં સામેલ થયા. કયાંક ને કયાંક આ એક હકીકત પણ છે કારણ કે આની પહેલાં કાશ્મીરમાં સક્રિય આતંકી પોતાની તસવીરો આ રીતે સામે લાવતા નહોતા.