Bollywood/ પ્રેગ્નન્સી દરમિયાન ઇલિયાનાએ બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી વ્યક્ત કર્યો પ્રેમ

ઇલિયાના ડીક્રુઝે પોતાની પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યા બાદ પહેલીવાર તેના બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી છે.

Entertainment
Ileana D'Cruz

ઇલિયાના ડીક્રુઝ હાલમાં તેના જીવનના શ્રેષ્ઠ સમયને માણી રહી છે. અભિનેત્રી ગર્ભવતી છે અને તેના ગર્ભાવસ્થાની સુંદર ક્ષણોને સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. તેણે આ વર્ષની શરૂઆતમાં તેના તમામ ચાહકોને આ સરપ્રાઈઝ આપી હતી. તેને તેના બાળકના પિતાનું નામ જાહેર કર્યા વિના તેની પ્રથમ પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી. તાજેતરમાં, તે તેના બેબીમૂન પર હતી અને ત્યાંથી અભિનેત્રીએ તેનો ચહેરો જાહેર કર્યા વિના પ્રથમ વખત તેના મિસ્ટ્રી મેન સાથે એક તસવીર શેર કરી. જેને જોઈને બધાને લાગ્યું કે ઇલિયાનાએ સગાઈ કરી લીધી છે. આજે ફરી એકવાર તેને તેના બોયફ્રેન્ડ સાથે એક બ્લર તસવીર શેર કરી અને તેના માટે ખૂબ જ ઈમોશનલ પોસ્ટ લખી.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાના ડીક્રૂઝે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના બોયફ્રેન્ડ સાથે એક બ્લર મોનોક્રોમ તસવીર શેર કરી છે. જો કે તસવીરમાં સરખું દેખાતું નથી, પરંતુ તમે કપલનો આ પોઝ જોઈ શકો છો. તસવીર પોસ્ટ કરતાં ઇલિયાનાએ કેપ્શનમાં લખ્યું કે, “પ્રેગ્નેટ હોવું એ એક સુંદર આશીર્વાદ છે… મેં વિચાર્યું ન હતું કે હું ક્યારેય આનો અનુભવ કરવા માટે એટલી ભાગ્યશાળી રહીશ, તેથી હું આ સફર પર આવીને પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું.” આ અનુભવ અહેસાસ કેટલો સુંદર છે તે હું તેને વર્ણવી પણ નથી શકતી. મોટા ભાગના દિવસો હું ફક્ત મારા બમ્પને જોઈને જ ખુશ થઈ જાઉં છું વાહ – હું તને જલ્દી મળીશ- અને પછી એવા કેટલાક દિવસો છે જે ખૂબ મુશ્કેલ છે.”

ઇલિયાના ડીક્રુઝે તેના બોયફ્રેન્ડની વધુ પ્રશંસા કરી અને લખ્યું, “અને જે દિવસોમાં હું મારી જાત સાથે દયાળુ બનવાનું ભૂલી જાઉં છું, આ માણસ મારા માટે ઉભો રહે છે. જ્યારે તેને લાગે છે કે હું તૂટવા લાગી છું ત્યારે તે મને સાંભળી લે છે, મારા આંશુ લુછે છે, મને હસાવવા માટે જોક્સ કહે છે, અને હવે બધું એટલું મુશ્કેલ નથી લાગતું.”

આ પણ વાંચો:Gaddar-2/સની દેઓલે ચાહકોને આપ્યું બમ્પર સરપ્રાઈઝ, PVR હિન્દુસ્તાન ઝિંદાબાદના નારાથી ગુંજી ઉઠ્યું

આ પણ વાંચો:Kajol Come Back/કાજોલે સોશિયલ મીડિયામાંથી કેમ લીધો બ્રેક, વેબ શો ધ ટ્રાયલ સાથે જોડાયેલું છે કારણ

આ પણ વાંચો:Akash Ambani Daughter Name/આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની લાડલીનું થયું નામકરણ, જાણો નામનો અર્થ

આ પણ વાંચો:Bollywood/કાજોલનો ચોંકાવનારો નિર્ણય, સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક, બધી પોસ્ટ કરી ડિલીટ

આ પણ વાંચો:વિવાદ/આ સીનને લઇ ગદર-2 રિલીઝ પહેલા જ ફસાઈ મોટી મુશ્કેલીમાં

આ પણ વાંચો:પ્રહાર/નસીરુદ્દીન શાહ પર ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું- ‘…લવ જેહાદ ગેંગમાં જોડાઈ જાવ!’