અમેરિકામાં વારંવાર સામૂહિક ગોળીબારના US Shootout કિસ્સા નવા નથી, પરંતુ ફાધર્સ ડેના આ ખાસ અવસર પર અમેરિકામાં એક દુ:ખદ ઘટના બની છે અમેરિકામાં વીકેન્ડ શૂટઆઉટનો બન્યો છે. શિકાગો, પેન્સિલ્વેનિયા, વોશિંગ્ટન સ્ટેટ, સેન્ટ લુઇસ, સાઉથર્ન કેલિફોર્નિયા અને બાલ્ટિમોરમાં થયેલી શૂટિંગની ઘટનામાં કમસેકમ 29ના મોત થયા છે અને 50થી વધુ ઇજા પામ્યા છે. તેમા ઇલિનોઇસમાં વિલબ્રૂક ખાતેના શૂટઆઉટમાં 23ના મોત થયા છે અને 50થી વધુ ઇજા પામ્યા છે.
હુમલાખોરે આ ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેના કારણે US Shootout લગભગ 29 લોકોના મોત થયા. તો અન્ય 50થી વધુ ગંભીર રીતે ઇજા પામ્યા છે. અમેરિકામાં આ પ્રકારની ઘટના આખા અવારનવાર જોવા મળે છે. મીડિયા અહેવાલો અનુસાર આ અઠવાડિયાના અંત સુધીમાં દેશભરમાં અન્ય ઘણી જગ્યાએ ગોળીબાર થયો છે, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ થયા છે.
મીડિયા અહેવાલો અનુસાર જુનટીન્થની ઉજવણી માટે US Shootout વિલોબ્રુકમાં ઇલિનોઇસ શોપિંગ સેન્ટરની બહાર સેંકડો લોકો એકઠા થયા હતા. ઘટનાસ્થળના વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ભારે ભીડમાં ફાયરિંગ દરમિયાન સમગ્ર ભીડમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. આ ઘટના બાદ સવારે સાડા પાંચ વાગ્યે ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ ઘટના ઇલિનોઇસના US Shootout વિલોબ્રુકમાં હનીસકલ લેન પાસે રૂટ 83 પર લગભગ 12:30 વાગ્યે બની હતી. ઘટનાસ્થળે હાજર રહેલા માર્ચેસિયા એવરીએ કહ્યું કે અમે હમણાં જ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો, તેથી અમે ત્યાંથી ભાગ્યા પરંતુ જેમને ગોળી વાગી તેઓ નીચે પડતાં રહ્યાં.
ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એક વ્યક્તિ ચાલતો US Shootout આવ્યો અને અચાનક તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં ઝડપથી દોડવા લાગ્યા અને આખું ટોળું વિખેરાઈ ગયું. ગોળી વાગી રહેલા લોકો અચાનક જમીન પર પડી ગયા હતા. જો કે હજુ સુધી હુમલાખોરનો પત્તો લાગ્યો નથી.
આ પણ વાંચોઃ #Adipurush/ વિવાદો વચ્ચે ધરખમ કમાણીઃ આદિપુરુષનું ત્રણ જ દિવસનું 300 કરોડનું કલેકશન
આ પણ વાંચોઃ Ambalal Forecast/ ગુજરાતમાં ચોમાસુ 26 જુનથીઃ અંબાલાલની આગાહી
આ પણ વાંચોઃ Biparjoyaftereffects/ બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત
આ પણ વાંચોઃ આગાહી/ હવામાન વિભાગે હિટવેવને લઇને આ રાજ્યો માટે કરી આ મોટી આગાહી,જાણો
આ પણ વાંચોઃ વિવાદ/ કાઠમંડુના મેયરે તમામ ભારતીય ફિલ્મો પર મૂક્યો પ્રતિબંધ,ફિલ્મમાંથી આ લાઇન દૂર કરવાની કરી માંગ
