Cricketer/ ક્રિકેટર સરફરાઝ ખાનની ભારતીય ટીમમાં પસંદગી કેમ થતી નથી?જાણો આ રહ્યા કારણો….

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરાયેલી ભારતીય ટેસ્ટ ટીમમાંથી સરફરાઝ ખાનને બાકાત રાખવાથી સુનીલ ગાવસ્કર જેવા ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ બીસીસીઆઇની ટીકા કરી છે

Top Stories Sports

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરાયેલી ભારતીય ટેસ્ટ ટીમમાંથી સરફરાઝ ખાનને બાકાત રાખવાથી સુનીલ ગાવસ્કર જેવા ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ બીસીસીઆઇની ટીકા કરી છે,  પરંતુ BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ)ના એક સૂત્રએ દાવો કર્યો હતો કે મુંબઈના બેટ્સમેનની નબળી ફિટનેસ આ માટે જવાબદાર પરિબળ ,સાથે શિસ્તનો પણ અભાવ જાેવા મળે છે. આ કારણથી તે ઇન્ડિયાની ટીમમાં પસંદગી થઇ રહી નથી. જમણા હાથના બેટ્સમેન સરફરાઝે રણજી ટ્રોફીની છેલ્લી ત્રણ સિઝનમાં 2566 રન બનાવ્યા છે. તેણે પોતાની કારકિર્દીમાં 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 79.65ની એવરેજથી રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં અંડર-19 વર્લ્ડ કપમાં બે વખત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીને ટીમમાં સ્થાન ન આપવા પર સવાલ ઉઠી રહ્યા છે. રુતુરાજ ગાયકવાડની ટીમમાં પસંદગી કરવામાં આવી છે જેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી સરેરાશ 42 ની નજીક છે.

ટીમની પસંદગીમાં સામેલ બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, “આવી ગુસ્સે ભરેલી પ્રતિક્રિયાઓ સમજી શકાય છે પરંતુ હું તમને કહી શકું છું કે સરફરાઝને વારંવાર સાઇડલાઈન કરવા પાછળનું કારણ માત્ર ક્રિકેટ જ નથી. તેની પસંદગી ન થવાના ઘણા કારણો છે.શું પસંદગીકારો સતત બે સિઝનમાં 900 થી વધુ રન બનાવનાર ખેલાડીની અવગણના કરવામાં અણસમજુ છે?” તેણે પ્રશ્ન કર્યો. ટીમમાં તેની પસંદગી ન થવા પાછળનું એક મોટું કારણ તેની ફિટનેસ છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણની નથી.તેમણે કહ્યું, “સરફરાઝે આ મામલે ખૂબ મહેનત કરવી પડશે અને વજન ઘટાડવું પડશે અને વધુ ફિટનેસ સાથે વાપસી કરવી પડશે. માત્ર બેટિંગ ફિટનેસ એ પસંદગીનો એકમાત્ર માપદંડ નથી.

બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા અનુસાર, ફિટનેસની સાથે સાથે મેદાનની અંદર અને બહાર સરફરાઝનું વલણ પણ અનુશાસનના માપદંડો પર ખરું ઉતર્યું નથી. “ફિલ્ડ પર અને મેદાનની બહાર તેમનું વર્તન શ્રેષ્ઠ રહ્યું નથી. તેમના કેટલાક શબ્દો અને કેટલાક અભિવ્યક્તિઓ શિસ્તની દૃષ્ટિએ સારી નથી. સરફરાઝ અને તેના પિતા અને કોચ નૌશાદ ખાન સાથે આ પાસાઓ પર કામ કરવાની આશા છે.