Gujarat Rain News: ગુજરાત (Gujarat)માં વરસાદ (Rain) નો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને ભારે વરસાદ (Heavy Rain) જોવા મળ્યો. આજે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે ત્યારે ભક્તોના રંગમાં ભંગ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે. બંગાળની ખાડી પર લો પ્રેશર જોવા મળતા તેમજ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી.

IMD આગાહી
હવામાન વિભાગ મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આજે સોરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે અને ઉતર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે. ભારે વરસાદની સંભાવનાને પગલે દ્રારકા અને માંડવી જેવા દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.
રાજ્યમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદનો કહેર છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો નદીઓમાં પૂર આવતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે મોરબી હળવદના ઢવાણા પાસે ટ્રેક્ટર તણાયુ. આ ટ્રેકટર 20 જેટલા લોકોને લઈ પસાર થતું હતું ત્યાં અચાનક પાણીનો પ્રવાહ વધતા 20 લોકો ભરેલ ટ્રેકટર તણાયું. ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા. લોકોને રેસ્કયુ કરવાની કામગીરી ચાલુ છે.

લોકોને હાલાકી
છેલ્લા બે દિવસથી રાજ્યમાં ફરી મેઘરાજાની મહેર થઈ છે. ખેતરો હોય તેવા વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. અમદાવાદમાં ગત રાત્રે ભારે વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની. અમદાવાદ ઉપરાંત વલસાડ, સુરેન્દ્રનગર, સુરત, મહીસાગર, ખેડા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં ભારે વરસાદનો આતંક જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં પણ લોકોએ ભારે વરસાદનો કહેરના આતંક માટે એલર્ટ રહેવું પડેશે. અનેક સ્થાનો પર ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ઘુસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો:દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભક્તોને લઈ મહત્વના સમાચાર, જાણો જન્માષ્ટમીને લઈ મહત્વનું અપડેટ
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો સ્વાદિષ્ટ વાનગી ગોપાલકલા
આ પણ વાંચો:દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું મથુરા-વૃંદાવન, જન્માષ્ટમી પર્વની શરૂ થઈ ઉજવણી
