father killed son/ પતિ-પત્નીના ઝગડામાં પુત્ર બન્યો બલિનો બકરો

કહેવત છે કે કરે કોઈ અને ભરે કોઈ, આ કહેવત નવસારીના ખેરગામના પતિ-પત્નીના ઝગડામાં સાચી પડી છે. બંનેના ઝગડામાં પુત્રનો ભોગ લેવાયો છે.

Gujarat Surat

કહેવત છે કે કરે કોઈ અને ભરે કોઈ, આ Father Kill Son કહેવત નવસારીના ખેરગામના પતિ-પત્નીના ઝગડામાં સાચી પડી છે. બંનેના ઝગડામાં પુત્રનો ભોગ લેવાયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ખેરગામના જગદીશ પટેલ અને તેની પત્ની પીનલ વચ્ચે કોઈ વાતે વિવાદ ચાલતો હતો. વિવાદને કારણે પીનલ પુત્રી સાથે તેના પિયર ભેરવી ખાતે રહેતી હતી, જ્યારે જગદીશ દીકરા જય સાથે રહેતો હતો.

જયે માતાને ફોન કરી ખેરગામ બોલાવતા પીનલ Father Kill Son તેને લેવા નિકળી હતી. રસ્તામાં ગુનાહિત માનસિકતા ધરાવતા પતિ જગદીશે પુત્રને લેવા જતી પત્ની પીનલ ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. બાદમાં ત્યાંથી ભાગીને પુત્રને ઘરના પાછળ આવેલ વાડીના કૂવા ફેંકી પોતે પણ કૂવામાં કુદી પડ્યો હતો. દીકરાની કરતૂત જોઈ જતા જગદીશની માતા પણ પાછળ દોડી અને પૌત્રને બચાવવા કૂવામાં કૂદી પડી હતી.

બીજી તરફ ગ્રામજનોને ઘટનાની જાણ થતા તેઓ દોરડા Father Kill Son લઇને કૂવા પાસે પહોંચી ત્રણેયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક દોરડું પકડી જગદીશ કુવામાંથી બહાર આવી ભાગી છૂટ્યો હતો. જ્યારે પૌત્રને બચાવવામાં દાદી નિષ્ફળ રહ્યા હતા. લોકોએ કૂવામાં ખાટલો ઉતારી દાદીને બચાવ્યા બાદ ડૂબી ગયેલા એક પૌત્રના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ Father Kill Son ઘટના સ્થળે પહોંચેલી ખેરગામ પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. બીજી તરફ હુમલામાં ઘાયલ પીનલને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. પોલીસે ભાગી છૂટેલા જગદીશ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પિતા સામે પુત્રની હત્યા અને પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ lovejehad/હિન્દુ સગીરાને ધમકાવી અનેક વખત દુષ્કર્મ કરતો વિધર્મી યુવક

આ પણ વાંચોઃ Murder/જૂનાગઢમાં સસરો પુત્રવધુની હત્યા કરી ફરાર

આ પણ વાંચોઃ Ahmedabad Realty/જંત્રીના નવા દરો પછી અમદાવાદમાં રિયલ્ટીમાં બિઝનેસનું વિકસ્યું નવું મોડેલ

આ પણ વાંચોઃ Penalty/પહેલી જુલાઇથી નંબર પ્લેટ વિનાના વાહનોને દંડ ફટકારવામાં આવશે

આ પણ વાંચોઃ Auda/પ્લોટનો હેતુફેર કરનારા બિલ્ડરોનું આવી બન્યું, 40 ટકા જમીન કપાતમાં જશે