Zhansi Fire/ ઝાંસીમાં બે શોરૂમમાં ભીષણ આગમાં ચારના મોત, 100થી વધુ વાહનો બળીને ખાખ

ઝાંસીના સીપરી બજારમાં સોમવાર સાંજે ઇલેક્ટ્રોનિકના બે શો રૂમમાં ભીષણ આગ લાગી હતી. અહીંથી નીકળેલી જ્વાળાઓએ વીમા કંપનીની ઓફિસ, બંધ કોચિંગ સેન્ટર અને સ્પોર્ટ્સની દુકાનને લપેટમાં લીધી હતી. આ આગમાં વીમા કંપનીની એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા હતા.

Top Stories India

ઝાંસીના સીપરી બજારમાં સોમવાર Fire in Showroom સાંજે ઇલેક્ટ્રોનિકના બે શો રૂમમાં ભીષણ આગ લાગી હતી. અહીંથી નીકળેલી જ્વાળાઓએ વીમા કંપનીની ઓફિસ, બંધ કોચિંગ સેન્ટર અને સ્પોર્ટ્સની દુકાનને લપેટમાં લીધી હતી. આ આગમાં વીમા કંપનીની એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 12 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. 18 લોકો હજુ લાપતા ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગમાં ઘેરાયેલા પાંચ લોકોએ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જેમાં પડી જવાથી બે લોકો ઘાયલ થયા હતા. Fire in Showroom બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની 50 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

શોરૂમની બહાર અને સેલરમાં પાર્ક કરેલા 100થી વધુ ટુ-વ્હીલર પણ Fire in Showroom આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગમાં 35 થી 40 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. આ સિવાય આ ઘટનામાં 7થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. SSP રાજેશે જણાવ્યું હતું કે ભીષણ આગને જોતા જ સેનાને કમાન સોપવામાં આવી હતી. આ મિશનને પૂર્ણ કરવામાં સેના જોડાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી.

ઝાંસીમાં આગ લાગતા પોલીસ, ફાયર બ્રિગેડ અને સેનાની Fire in Showroom સંયુક્ત ટીમે લગભગ 10 કલાક રેસક્યૂ ઓપરેશન ચલાવ્યુ હતું. રેસ્કયૂ ઓપરેશન ચલાવીને આગને શાંત કર્યા બાદ શબોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચોઃ Israel Attack/ ઈઝરાયલનો જેનિન શરણાર્થી શિબિર પર બે દાયકાનો સૌથી મોટો હુમલો, આઠના મોત

આ પણ વાંચોઃ USA Shootout/ અમેરિકામાં ઇન્ડિપેન્ડેન્સ ડે પહેલા જ શૂટઆઉટઃ ચારના મોત ચારને ગંભીર ઇજા

આ પણ વાંચોઃ AMC-Pothole/ પાણી અને ડામરને વેર છે એટલે રસ્તા પર પડે છે ખાડાઃ એએમસી

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં વરસાદ ફરી શરૂ કરશે તેની તોફાની બેટિંગઃ ક્યાં કેટલો વરસશે તે જાણો

આ પણ વાંચોઃ Mission 2024/ 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાશે, કોંગ્રેસે કહ્યું – મહારાષ્ટ્ર કટોકટી અસર નહીં