Anju New Video Viral/ પાકિસ્તાનથી ફરી સામે આવ્યો અંજુનો નવો વીડિયો, દુલ્હનના ડ્રેસમાં મળી જોવા..

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અંજુ (34)એ ઈસ્લામ સ્વીકાર્યા બાદ 25 જુલાઈએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં તેના મિત્ર નસરુલ્લા (29) સાથે લગ્ન કર્યા હતા. અંજુ હવે ફાતિમા તરીકે ઓળખાશે. 

Top Stories World

અંજુ અને નસરુલ્લાની વાર્તા એક કોયડો બની રહી છે. નસરુલ્લાએ અગાઉ કહ્યું હતું કે તેમની લગ્ન કરવાની કોઈ યોજના નથી અને અંજુ 20 ઓગસ્ટે તેના વિઝા સમાપ્ત થયા પછી ભારત પરત ફરશે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર બંનેનો એક વીડિયો સામે આવ્યો છે, જેને અંજુ અને નસરુલ્લાના લગ્નનો પહેલો વીડિયો કહેવામાં આવી રહ્યો છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અંજુએ ઈસ્લામ અંગીકાર કરી લીધો છે અને તેને ભેટમાં રોકડ અને જમીન પણ આપવામાં આવી છે.

અંજુ નસરુલ્લાનો આ વીડિયો પાકિસ્તાની પત્રકાર ગુલામ અબ્બાસ શાહે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે લખ્યું, ‘સંભવતઃ પરંપરાગત વેડિંગ ડ્રેસમાં અંજુનો આ પહેલો વીડિયો છે.’ વીડિયોમાં દેખાતી મહિલા, જેનું નામ અંજુ કહેવામાં આવી રહ્યું છે, તેણે માસ્ક પહેર્યું છે અને તે લગ્નના કપડામાં જોવા મળી રહી છે. મંતવ્ય ન્યુઝ આ વીડિયોને સમર્થન આપતું નથી.

&

nbsp;

અંજુએ ઈસ્લામ સ્વીકાર્યો

આ દરમિયાન, મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે અંજુ (34) એ ઈસ્લામ સ્વીકાર્યા બાદ 25 જુલાઈના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં તેના મિત્ર નસરુલ્લા (29) સાથે લગ્ન કર્યા હતા. અંજુ હવે ફાતિમા તરીકે ઓળખાશે.

ખૈબર પખ્તુનખ્વા સ્થિત રિયલ એસ્ટેટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોહસિન ખાન અબ્બાસીએ શનિવારે અંજુ અને નસરુલ્લાને તેમના ઘરે મળ્યા હતા. મોહસીન ખાન અબ્બાસીએ અંજુને એક ચેક આપ્યો હતો, જેની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ સિવાય અંજુને 2,722 ચોરસ ફૂટ જમીનના દસ્તાવેજો પણ આપવામાં આવ્યા હતા જેથી તે પાકિસ્તાનમાં આરામથી રહી શકે.

મોહસીન ખાન અબ્બાસીએ કહ્યું, ‘અંજુએ ભારતથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો અને પોતાનું નવું લગ્ન જીવન શરૂ કરવા માટે ઈસ્લામ ધર્મ અપનાવ્યો. અમે તેમને અમારા ધર્મમાં આવકારવા અને તેમના લગ્ન બદલ અભિનંદન આપવા અહીં આવ્યા છીએ.

તમને જણાવી દઈએ કે નસરુલ્લાહ અને અંજુ 2019 માં ફેસબુક દ્વારા મિત્ર બન્યા હતા . અંજુ માન્ય વિઝા પર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર આદિવાસી જિલ્લામાં નસરુલ્લાને મળવા આવી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને મોકલવામાં આવેલા સત્તાવાર દસ્તાવેજ અનુસાર, અંજુને માત્ર અપર ડીર જિલ્લા માટે 30 દિવસનો વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નસરુલ્લા શેરિંગલ સ્થિત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને પાંચ ભાઈઓમાં સૌથી નાનો છે. અંજુ પરિણીત છે અને તેને 15 વર્ષની પુત્રી અને છ વર્ષનો પુત્ર છે.

આ પણ વાંચો:બોંબ વિસ્ફોટ/પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા પહેલાનો વીડિયો આવ્યો સામે, અત્યાર સુધીમાં 44 લોકોના મોત

આ પણ વાંચો:Afghanistan/અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સંગીતના સાધનો સળગાવ્યા,યુવાનો સંગીતથી ભટકે છે! પ્રતિબંધ લગાવ્યો સંગીત પર

આ પણ વાંચો:Anju becomes Fatima/ભારતની અંજુ પર પાકિસ્તાનીઓ મહેરબાન, માત્ર 24 કલાકમાં 1.25 કરોડની ભેટ