University common act/ રાજ્યની આઠ જૂની યુનિવર્સિટી માટે કોમન એક્ટનો ડ્રાફ્ટ જાહેર, ઇલેકશન જ બંધ થઈ જશે

ગુજરાત સરકારે રાજ્યની આઠ જૂની યુનિવર્સિટીઓ માટે કોમન યુનિવર્સિટી એક્ટનો ડ્રાફ્ટ જાહેર કરેલો ડ્રાફ્ટ અમલી બનશે તો પછી ત્યાં ઇસી રહેશે, પરંતુ ચૂંટણી જ નહી થાય. આમ ચૂંટણી અને ચૂંટણીલક્ષી રાજકારણ તમામનો અંત આવી જશે.

Gandhinagar Top Stories Gujarat

ગુજરાત સરકારે રાજ્યની આઠ જૂની યુનિવર્સિટીઓ માટે University Common Act કોમન યુનિવર્સિટી એક્ટનો ડ્રાફ્ટ જાહેર કરેલો ડ્રાફ્ટ અમલી બનશે તો પછી ત્યાં ઇસી રહેશે, પરંતુ ચૂંટણી જ નહી થાય. આમ ચૂંટણી અને ચૂંટણીલક્ષી રાજકારણ તમામનો અંત આવી જશે. તમામ મેમ્બરનું નોમિનેશન થશે. આ ઉપરાંત નવી ફોર્મેટ થનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ સરકાર પોતાના ચાર સભ્ય મૂકશે અને જીસીસીઆઇના સભ્ય પણ મૂકાશે.

ગુજરાત યુનિવર્સિટી સહિતની આઠ જૂની યુનિવર્સિટી માટે સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ બિલ વિધાનસભામાં પસાર થયા બાદ લાગુ થતા તમામ જૂની યુનિવર્સિટીના પોતાના સ્ટેચ્યુએટ ઓર્ડિનાન્સનું અસ્તિત્વ નહી રહે. સરકાર University Common Act આ આઠ યુનિવર્સિટી માટે કોમન સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સ તૈયાર કરીને યુનિવર્સિટીઓને મોકલશે.

આ બિલ કાયદો બનતા સેનેટમાંથી કઈ રીતે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રૂપાંતર કરવું તેમજ કઈ રીતે અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું નવી કાઉન્સિલમાં રૂપાંતર કરવું. આ ઉપરાંત અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સિલને નવી University Common Act કાઉન્સિલમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. આ સિવાય કુલપતિ, રજિસ્ટ્રાર અને ઉપકુલપતિની નિમણૂક, ટર્મ, એકેડેમિક કાઉન્સિલના સભ્યોની, ડીન્સની નિમણૂક, મિલકતોની દેખરેખ, ગ્રાન્ટ, ઓડિટ, ભરતી નિયમો વગેરે સહિતના તમામ મુદ્દે યુનિવર્સિટીઓને કોમન એક્ટ સાથે કોમન ઓર્ડિનન્સ સ્ટેચ્યુટ પણ લાગુ પડશે.

આ એક્ટ લાવવાનો મૂળભૂત હેતુ રાજ્ય સરકારનો મુખ્ય હેતુ જૂની આઠ University Common Act યુનિવર્સિટીઓમાંથી સેનેટ સિન્ડીકેટની ચૂંટણીને જ દૂર કરવાનો છે. જો કે આ એક્ટથી કમસેકમ આ યુનિવર્સિટીઓ રાજકીય અખાડો બનતા અટકશે, પરંતુ યુનિવર્સિટીઓ પર અંકુશ રહેશે. તેની સાથે બોર્ડના સભ્યો અને કાઉન્સિલના બે સભ્યો વધશે. આ એક્ટની જોગવાઈ મુજબ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ રહેશે, પરંતુ હવે સભ્યોની ચૂંટણી નહી થાય. કાઉન્સિલ બોર્ડે લીધેલા પોલિસી નિર્ણયોનું અમલ કરાવવાનું કામ કરશે. સરકાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પોતાના ચાર સભ્યો મૂકશે, જે સામાજિક કે શૈક્ષણિક ક્ષેત્રમાંથી હશે.

આ પણ વાંચોઃ બોંબ વિસ્ફોટ/ પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા પહેલાનો વીડિયો આવ્યો સામે, અત્યાર સુધીમાં 44 લોકોના મોત

આ પણ વાંચોઃ Youth Bike Slip/ વડોદરામાં ડભોઈ ખાતે યુવકનું બાઇક સ્લીપ થયા બાદ આઇશર નીચે કચડાતા મોત

આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરના 12,000 શરણાર્થીઓ માટે મિઝોરમ કેન્દ્રના રાહત પેકેજની રાહ જોઈ રહ્યું છે; મે માં કરી હતી માંગ 

આ પણ વાંચોઃ Politics In Maharashtra/ પવાર આવતીકાલે પીએમ મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી કરશે સન્માનિત, મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચોઃ Gujarat Rain/ ગુજરાતમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી