બદલી/ ગુજરાતમાં બદલીનો દોર યથાવત, સામાન્ય વહીવટ વિભાગે 4 ઉપસચિવ અને 11 નાયબ સેક્શન અધિકારીઓની બદલીના આપ્યા આદેશ

રાજ્ય સરકારે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે

Top Stories Gujarat
  • રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કરી બદલી
  • અધિકારીઓની આંતરિક બદલીની કરી જાહેરાત
  • સરકારના અલગ અલગ વિભાગોમાં બજાવે છે ફરજ
  • મહેસુલ, ઉદ્યોગ અને આરોગ્ય વિભાગના 4 ઉપસચિવની બદલી
  • વર્ગ 2ના 17 સેક્શન અધિકારીઓની પણ બદલી
  • વર્ગ 3ના 11 નાયબ સેકશન અધિકારીઓની બદલી

ગુજરાત સરકારે અધિકારીઓની બદલીનો સિલસિલો યથાવત રાખ્યો છે. રાજ્ય સરકારે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. અધિકારીઓની આંતરિક બદલી કરી છે. સરકારે મહેસૂલ,ઉધોગ, અને આરોગ્ય વિભાગના 4 ઉપસચિવની પણ બદલી કરી છે.ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા નાયબ સચિવની કેડરના ચાર અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. આ સાથે સામાન્ય સંવર્ગની વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા વર્ગ-3ના કુલ 11 નાયબ વિભાગના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ગ 2ના 17 સેકશન અધિકારીઓની પણ બદલીના આદેશ આપ્યા છે.