private meeting/ અમેરિકી સાંસદો રાહુલ ગાંધી સાથે ખાનગી મુલાકાત કરવા ઇચ્છે છે! વિદેશ મંત્રાલય આપશે મંજૂરી?

મંગળવારે ભારતના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોમાં સત્તાવાર રીતે ભાગ લેનાર યુએસ સાંસદોના પ્રતિનિધિમંડળે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વ્યક્તિગત મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે

Top Stories India

મંગળવારે ભારતના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોમાં સત્તાવાર રીતે ભાગ લેનાર યુએસ સાંસદોના પ્રતિનિધિમંડળે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વ્યક્તિગત મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.કોંગ્રેસના વરિષ્ઠ અધિકારી પ્રવીણ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ભારતીય-અમેરિકન સાંસદોના પ્રતિનિધિમંડળે તેમની ભારત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે પાર્ટીને તેમની તરફથી ઔપચારિક અને સત્તાવાર વિનંતી મળી હતી.

ચક્રવર્તીએ જણાવ્યું કે અમેરિકન સાંસદોના પ્રતિનિધિમંડળના કેટલાક સભ્યોએ બે દિવસ પહેલા અમારો સંપર્ક કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમે હકારમાં જવાબ આપ્યો હતો કે રાહુલ ગાંધી એકવાર વાયનાડથી પાછા ફરે પછી તેને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે, અમે અમેરિકી સાંસદોએ રાહુલ ગાંધી સાથે અંગત મુલાકાત માટે સત્તાવાર રીતે વિનંતી કરવા જણાવ્યું હતું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને અપેક્ષા છે કે વિદેશ મંત્રાલય આવી ખાનગી બેઠક માટે પરવાનગી આપશે. તેના પર ચક્રવર્તીએ કહ્યું કે આ વિદેશ મંત્રાલય અને અમેરિકન ડેલિગેશન વચ્ચેનો મામલો છે. જોકે, મને ખાતરી છે કે વિદેશ મંત્રાલયને આ અંગે કોઈ વાંધો નહીં હોય. છેવટે, એક દેશની મુલાકાતે ગયેલા વિદેશી પ્રતિનિધિમંડળે વિરોધ પક્ષના મુખ્ય નેતા સાથે મુલાકાતની માંગ કરી છે.