ગુજરાત સહિત સમગ્ર દેશમાં સરકારી કર્મચારીઓ સોશિયલ મીડિયા પર વરદીમાં રીલ્સ સહિતની વીડિયો પોસ્ટ કરતા હોય છે, જેના પર હાલ તંત્રએ લગામ ખેંચી છે. ગુજરાતમાં હવે કોઇપણ પોલીસ અધિકારી કે કર્મચારી સોશિયલ મીડિયા પર રીલ્સ કે વીડિયો અપલોડ કરશે તો હવેે તેની ખેર નથી,તેમની સામે કડક કાર્યવાહી થશે. ફરજ બજાવતા પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનું જણાવેલ છે. તેમ છતાં સોશિયલ મીડિયાનાં ઉપયોગની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી. ખાસ કરીને પોલીસ અધિકારી,કર્મચારીઓ દ્વારા ફરજ પર તથા ફરજ સિવાયનાં સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયાની રીલ્સ, વીડિયો બનાવી તેને અલગ- અલગ સોશિયલ મીડિયાની એપ્લિકેશન ઉપર પોસ્ટ કરી પોલીસની છબીને કલંકિત કરતા હોવાનું સામે આવ્યું છે જેથી આ સૂચનાનો ચુસ્તપણે પાલન થાય તે અનિવાર્ય છે.
નોંધનીય છે કે પોલીસ કર્મચારી કે અધિકારી દ્વારા યુનિફોર્મમમાં રીલ્સ બનાવીને અપલોડ કરવામાં આવતી હોય છે. જેને લઈનો ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ફરજ દરમ્યાન યુનિફોર્મમાં રીલ્સ બનાવનાંર પોલીસ કર્મી સામે કાર્યવાહી હાથ ધરાશે

ઉલ્લેખનીય છે કે હવે કોઈપણ પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ભંગ કરવામાં આવશે તો તેઓનાં વિરૂદ્ધમાં સત્વરે કાર્યવાહી કરવામાં આવશે.તે અંગે વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે.
