આફત/ જમ્મુ કાશ્મીરમાં કિશ્તવાડ બાદ અમરનાથ ગુફા પાસે પણ વાદળ ફાટ્યું

આ ઘટનામાં બીએસએફ અને સીઆરપીએફના કેમ્પને નુકસાન થયું છે. જો કે વાદળ ફાટવાની ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ હજી સુધી નોંધાઇ નથી

Top Stories

જમ્મુ કાશ્મીર સ્થિત અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે ગુફા નજીક વાદળ ફાટવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાથમિક  માહિતી અનુસાર, આ ઘટનામાં બીએસએફ અને સીઆરપીએફના કેમ્પને નુકસાન થયું છે. જો કે વાદળ ફાટવાની ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. એસડીઆરએફની બે ટીમો ત્યાં પહેલેથી જ ત્યાં ઉપસ્થિતિ છે, એક વધારાની ટીમ પણ મોકલવામાં આવી છે. નોંધનીય છે કે  આ વર્ષે અમરનાથ યાત્રા સ્થગિત થવાને કારણે ગુફા નજીક કોઈ યાત્રાળુ હાજર નથી. ત્યાં ફક્ત શ્રાઇન બોર્ડનો સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ જ તહેનાત છે.

આ  ઘટનાને એક વિડીયોમાં કેદ કરવામાં આવ્યું  છે ,વીડિયોમાં કેટલાક લોકોના અવાજ પણ સંભળાય છે. જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મોબાઇલથી બનાવાયો છે. પવિત્ર અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ લખ્યું છે કે ‘બાબા અમરનાથની પવિત્ર ગુફા પાસે વાદળ ફાટયા અંગે મેં જમ્મુ કાશ્મીરના એલજી શ્રી મનોજ સિંહા જી સાથે વાત કરી છે. એનડીઆરએફ ટીમોને ત્યાં રાહત કામગીરી અને પરિસ્થિતિના સચોટ આકારણી માટે મોકલવામાં આવ્યા છે.

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રાને રદ કરી દીધી છે. આ વર્ષે યાત્રા 28 જૂનથી 22 ઓગસ્ટ દરમિયાન શરૂ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે, તે સતત બીજા વર્ષે પણ રદ કરવામાં આવી હતી. અમરનાથન ગુફામાં બરફમાંથી કુદરતી શિવલિંગની રચના થાય છે. આ યાત્રા સૌથી મુશ્કેલ હોય  છે. અહીંનું હવામાન ખરાબ છે. અહીયા ઓક્સિજનનો અભાવ જોવા મળે  છે. ભૂસ્ખલન અને ભારે વરસાદનું જોખમ પણ રહેલું છે.

ઉલ્લેખનીય છે કે  બુધવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાના કારણે ભારે વિનાશ થયો હતો. અત્યાર સુધીમાં 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘણા લોકો લાપતા થયા છે.