ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીનું નેતૃત્વ રોહિત શર્મા કરશે જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ 15 ખેલાડીઓને ખિતાબ જીતવાની જવાબદારી સોંપવામાં આવી છે. એશિયા કપ 2023માં સામેલ 2 ખેલાડીઓની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. આ વખતે સંજુ સેમસનને પણ નજરઅંદાજ કરવામાં આવ્યો છે. તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાનું પણ ટીમમાં નામ નથી.
આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ છે
ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીનું નેતૃત્વ રોહિત શર્માના હાથમાં છે, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Squad: Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Ishan Kishan, KL Rahul, Hardik Pandya (Vice-captain), Suryakumar Yadav, Ravindra Jadeja, Axar Patel, Shardul Thakur, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Kuldeep Yadav#TeamIndia | #CWC23
— BCCI (@BCCI) September 5, 2023
આ ખેલાડીઓને તક મળી નથી
કેટલાક ખેલાડીઓ આ વખતે વર્લ્ડ કપમાં રમવાના નથી. આમાં સૌથી આશ્ચર્યજનક નામ ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું છે. આ સિવાય તિલક વર્મા અને સંજુ સેમસનને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ સાથે શિખર ધવન કે જેઓ થોડા સમય પહેલા સુધી ODI ટીમના કેપ્ટન હતા તેને પણ ટીમની બહાર રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Sanatan Dharma/ સનાતન ધર્મ શું છે? હવે આ નેતાએ “ઉધયનિધિ સ્ટાલિન”ના નિવેદનને સમર્થન આપ્યું
આ પણ વાંચો: UPI-Preapprovedloan/ હવેથી પ્રી-એપ્રુવ્ડ લોન દ્વારા પણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકાશે
આ પણ વાંચો: બિહાર/ પટના યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન લપસી પડ્યા નીતીશ કુમાર અને…
