Breaking News/ અમદાવાદને મેયર તરીકે મળી નવી ‘પ્રતિભા’ જૈન

ભાજપને આગામી લોકસભાની ચૂંટણી મહિલા અધિકારોને લઈને લડવાનું નક્કી કરી લીધું હોય તેમ લાગે છે. અમદાવાદ અને વડોદરાના મેયર તરીકે પ્રતિભા જૈન અને વડોદરાના મેયર તરીકે પિન્કીબેન સોનીને નીમીને આ દિશામાં પગરણ માંડી દીધા છે.

Top Stories Gujarat

અમદાવાદઃ ભાજપને આગામી લોકસભાની ચૂંટણી મહિલા અધિકારોને લઈને લડવાનું નક્કી કરી લીધું હોય તેમ લાગે છે. અમદાવાદ અને વડોદરાના મેયર તરીકે પ્રતિભા જૈન અને વડોદરાના મેયર તરીકે પિન્કીબેન સોનીને નીમીને આ દિશામાં પગરણ માંડી દીધા છે.

અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની નિમણૂક થઈ છે. જ્યારે વડોદરાના ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની નિમણૂક થઈ છે. અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શીતલ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા પક્ષના નેતા તરીકે મનોજ પટેલ બન્યા છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે.