Rain Deficit/ ચોમાસાનું પુનરાગમન: સપ્ટેમ્બરમાં ચોમાસાની બાકીની ઘટ પૂરી થઈ જશે

ગુજરાતમાં ઓગસ્ટ કોરોધાકોર ગયા પછી સપ્ટેમ્બરમાં ચોમાસાના મંડાણ થયા છે. રાજ્યમાં વરસાદની સરેરાશ 86 ટકા છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં 104 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.

Gujarat

અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ કોરોધાકોર ગયા પછી સપ્ટેમ્બરમાં ચોમાસાના મંડાણ થયા છે. રાજ્યમાં વરસાદની સરેરાશ 86 ટકા છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં 104 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. અંબાલાલ પટેલની Rain Deficit આગાહી મુજબ સપ્ટેમ્બરમાં જ ચોમાસાની ઘટ પૂરી થઈ જાય તેમ છે. હજી પણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદની ઘટ છે.

વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બરમાં તો વરસાદ પડશે જ પણ ઓક્ટોબરમાં પણ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સોમવારથી બની રહી હોવાથી Rain Deficit વરસાદની સંભાવના છે. 12 સપ્ટેમ્બર બાદ વધુ એક સિસ્ટમ બની રહી છે. આ ઉપરાંત 14 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે, તેના લીધે દક્ષિણ ગુજરાતમાં વધુ એક વખત ભારે વરસાદ થવાની સંભાવના છે. તેની સાથે-સાથે ઉત્તર ગુજરાતમાં પણ 14 સપ્ટેમ્બર પછી ભારે વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે.

રાજ્યના 49 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આમ રાજ્યના દર પાંચ તાલુકાએ એક તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડામાંસ થી વધુ 117 ઇંચ વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં Rain Deficit વરસાદની સૌથી વધુ ઘટ 41 ટકા છે.

રાજ્યમાં પડેલો વરસાદ જોઈએ તો જુન મહિનામાં 9.56 ઇંચ, જુલાઈમાં 17.66 ઇંચ, ઓગસ્ટમાં એક ઇંચ, સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 1.52 ઇંચ વરસાદ વરસ્યો છે. હવે ઝોન વાઇઝ જોઈએ તો કચ્છ Rain Deficit  ઝોનમાં 29.94 ઇંચ, ઉત્તર ઝોનમાં 20.35 ઇંચ, પૂર્વમધ્ય ઝોનમાં 23 ઇંચ, સૌરાષ્ટ્ર ઝોનમાં 31.49 ઇંચ, દક્ષિણ ઝોનમાં 41.67 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશ 29.76 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જોઈએ તો વલસાડમાં 87.40 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વરસાદની સૌથી વધુ ઘટ હોય તો તે ગાંધીનગરમાં 41 ટકા ઘટ છે, જ્યારે અમદાવાદમાં 27 ટકા ઘટ છે.

 

આ પણ વાંચોઃ હુમલો/પોરબંદર લોકમેળામાં ઉશ્કેરાયેલા ટોળાએ ફાયર અધિકારી પર કર્યો જાનલેવા હુમલો

આ પણ વાંચોઃ માતાપુત્ર ડૂબ્યા/ડૂબતા પુત્રને બચાવવા માતાએ લગાવી છલાંગ, પણ બંનેના થયા મોત

આ પણ વાંચોઃ Rajkot Rapist/આ છે રાજકોટનો રેપિસ્ટઃ બે વર્ષની બાળકીને પણ ન છોડી

આ પણ વાંચોઃ child abuse/બાળકને વાળ કપાવવા મોકલતા સાવધાની રાખો, સુરતમાં સલૂનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Rajkot/હીરાસર એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટનું આગમન, ગરબાના તાલે પેસેન્જરોનું સ્વાગત, જુઓ Video