ભાવનગરઃ ભાવનગરના મેયર તરીકે ભરત બારડની નિમણૂક થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મોનાબેન પારેખ નીમાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડિયાની નિમણૂક થઈ છે તો શાસક પક્ષના Bhavnagar Mayor નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખની નીમાયા છે. આમ મંગળવારે ચાર મહાનગરોમાંથી ત્રણ મહાનગરોમાં મેયરની નિમણૂક થઈ ચૂકી છે.
આ પહેલા રાજકોટના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શાસક પક્ષના નેતાની જાહેરાત થઈ ગઈ છે. રાજકોટના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની નિમણૂક થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે Bhavnagar Mayor નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક થઈ છે, જ્યારે સ્ટેન્ડિગં કમિટીના Bhavnagar News ચેરમેન તરીકે જયમીન ઠાકર પસંદગી પામ્યા છે તો શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવ નીમાયા છે.
તેના પહેલાં સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના નામની જાહેરાત થઈ ગઈ છે. દક્ષેસ માવાણીની સુરતના નવા મેયર તરીકે પસંદગી થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની Bhavnagar Mayor વરણી થઈ છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલના નામની જાહેરાત થઈ છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીના નામની જાહેરાત થઈ છે. હજી પણ બીજા બે શહેરોના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના નામની આજે જાહેરાત થશે.
આ પહેલા ગઇકાલે રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકા એવી અમદાવાદ મહાનગરપાલિકાને નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. આજે એટલે કે 9મી સપ્ટેમ્બરે નવા મહિલા મેયર મળ્યા છે. પૂર્વ મેયર કિરીટ પરમારનો Bhavnagar Mayor કાર્યકાળ 9મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગયો છે. અમદાવાદના નવા મેયર તરીકે જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરાઈ છે.
જ્યારે નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ છે. ગૌરાંગ પ્રજાપતિને સત્તાપક્ષના નેતા બનાવવામાં Bhavnagar Mayor આવ્યા છે. પિન્કીબેન સોની વડોદરા શહેરના નવા મેયર બન્યા છે. તેમના ડેપ્યુટી તરીકે ચિરાગ બારોટ ચૂંટાયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શિતલ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરત મહાનગરપાલિકા/સુરતને મળ્યા નવા મેયર દક્ષેસ માવાણી
આ પણ વાંચોઃ રાજકોટ મહાનગરપાલિકા/રાજકોટના નવા મેયર તરીકે નયનાબેન બેનની વરણી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા
આ પણ વાંચોઃ કચ્છ/મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી,આ વખતે ડ્રગ્સ નહીં પણ 26 કરોડથી વધુ કિંમતની કલાકૃતિ ઝડપાયી
આ પણ વાંચોઃ Political/ગુજરાત કોંગ્રેસે ત્રણ દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકની જવાબદારી સોંપી,જુઓ કોને કઇ બેઠક સોંપાઇ
આ પણ વાંચોઃ હદ થઇ…!/રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત
