Surat-IT raid/ સુરતમા આવકવેરા ખાતું ત્રાટક્યુઃ એક સાથે 35 સ્થળોએ દરોડા

સુરતમાં આવકવેરા ખાતું ત્રાટક્યું છે. તેણે મળેલી બાતમીના આધારે ત્રણ ગ્રુપો પર દરોડા પાડ્યા છે. આવકવેરા IT raid ખાતાએ ત્રણ ગ્રુપના 35થી પણ વધુ સ્થળોએ દરોડા પાડયા છે.

Top Stories Gujarat

સુરતઃ સુરતમાં આવકવેરા ખાતું ત્રાટક્યું છે. તેણે મળેલી બાતમીના આધારે ત્રણ ગ્રુપો પર દરોડા પાડ્યા છે. આવકવેરા IT raid ખાતાએ ત્રણ ગ્રુપના 35થી પણ વધુ સ્થળોએ દરોડા પાડયા છે. આ દરોડા ડાયમંડ અને જ્વેલરી સાથે Surat News સંકળાયેલા જૂથો પર પાડવામાં આવ્યા છે. આ દરોડાના પગલે ડાયમંડ નગરીમાં સન્નાટો છવાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે સુરતનું ડાયમંડ માર્કેટ એક લાખ  કરોડનું માર્કેટ છે. IT raid વિશ્વના 85 ટકા રફ હીરા સુરતમાં નવો આકાર ધારણ કરે છે. આવકવેરા ખાતાએ ડાયમંડ નગરીના પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં મોટાપાયે દરોડા પાડ્યા છે. તેમા પણ એકસાથે 35થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આના કારણે મોટાપાયા પરની કરચોરી પ્રકાશમાં IT raid આવે તેમ માનવામાં આવે છે. હાલમાં તો દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. દરોડાની આ કાર્યવાહીમાં આવકવેરા ખાતાના 100થી પણ વધુ કર્મચારીઓએ ભાગ લીધો છે. આવકવેરા ખાતાને પૂરેપૂરો વિશ્વાસ છે કે દરોડાના પગલે મોટાપાયા પરના બેનામી વ્યવહારો મળી આવી શકે છે.

આવકવેરા ખાતાની આ કાર્યવાહી બતાવે છે કે ગુજરાતમાં IT raid હજી પણ આ પ્રકારના બેનામી વ્યવહારો કે બેહિસાબ સંપત્તિ મોટાપાયે છે. તેમા પણ આવકવેરા ખાતાના નિશાના પર મુખ્યત્વે બિલ્ડરો અને હીરા ઝવેરાતના જૂથો જ હોય છે. દર વખતે દરોડામાં બેહિસાબી સંપત્તિ, રોકડ અને બેનામી વ્યવહારો મળી જ આવે છે.

 

આ પણ વાંચોઃ DRIની કાર્યવાહી/અમદાવાદ DRIનો ચૈન્નઇ અને બેંગ્લોરમાં સપાટો,દુબઇથી આવતી ગેરકાયદે સાત કરોડની સોપારી કરી જપ્ત

આ પણ વાંચોઃ અમદાવાદ/ગાયકવાડ હવેલીના પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ ટુકાવ્યું જીવન

આ પણ વાંચોઃ સુરત ક્રાઈમ/હસતો રમતો પરિવાર વિખેરાયો, સુરતમાં પતિએ પત્નની હત્યા કરી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચોઃ ઇન્વેસ્ટમેન્ટ હબ/ગુજરાતમાં ટેક્સ્ટાઇલ-કેમિકલ સેક્ટર કમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 4,067 કરોડનું થશે રોકાણ

આ પણ વાંચોઃ જામનગર/જી.જી. હોસ્પિટલના ડોકટરોની મોટી બેદરકારી, ચાલુ ઓપરેશને દર્દીના ફોટા પાડી કર્યા વાયરલ