CCTV Video/ અમદાવાદમાં સ્પા સંચાલકની દાદાગીરી: યુવતીને વાળ પકડીને ખેંચી, નિર્દયતાથી માર માર્યો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગેલેક્સ સ્પાનો સંચાલક કોઈપણ કારણોસર યુવતિને ખુબ જ ક્રૂરતાપૂર્વક માર મારતો દેખાઈ રહ્યો છે.

Ahmedabad Gujarat

@રવિ ભાવસાર 

Ahmedabad News: અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચાલતા ગેલેક્સ સ્પાના સંચાલકનો હેવાનિયતભર્યો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પાનો સંચાલક એક યુવતીને ખુબ જ ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. યુવતીને એટલો માર મારવામાં આવે છે કે અંતે તો તેના ઉભા થવાના પણ હોશ રહેતા નથી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગેલેક્સ સ્પાનો સંચાલક કોઈપણ કારણોસર યુવતિને ખુબ જ ક્રૂરતાપૂર્વક માર મારતો દેખાઈ રહ્યો છે. આ યુવતીને એક અન્ય શખ્સ બચાવવા પણ આવે છે પરંતુ તે છતાં સંચાલક તેના સામે દાદાગીરી કરીને યુવતીને મારવાનું ચાલું રાખે છે.આ દરમિયાન અનેક વખત ઘસેડીને સ્પામા લઈ જઈને પણ માર મારતો જોઈ શકાય છે.હાલતો પોલોસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે.

કોઇ સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં મહિલાને માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના સિંધુભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પાની છે. સ્પા સંચાલક મહિલાને માર મારતો CCTVમાં કેદ થયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ખૂબ જ ચોંકાવનારા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે સ્પા સંચાલક મહિલાને લાફ મારે છે અને જોતાજોતામાં મહિલાના વાળ પકડીને એક પછી એક લાફા મારી રહ્યો છે.

આ પણ વાંચો:સંઘવી સાહેબ આ દિકરીએ પણ તમારી જેમ સુરતનું નામ રોશન કર્યું….હવે તમારી મદદની છે આશા

આ પણ વાંચો:સુરતમાં શિક્ષણ સમિતિની સામાન્ય સભા તોફાની બની, જુઓ ફોટો

આ પણ વાંચો:લૂંટેરી દુલ્હન: યુવક સાથે લગ્ન કરી ત્રીજા જ દિવસે લાખો રૂપિયા લઇ ફરાર

આ પણ વાંચો:ભારત Vs પાકિસ્તાન મેચની ટિકિટ ઓનલાઇન લેનારા સાચવજો, પૈસા પડાવવાનો નવો રસ્તો