- સાબરકાંઠા : હિંમતનગરમાં 21 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
- મોડી રાત્રે ઘરમાં યુવાન ઢળી પડતા હોસ્પિટલ ખસેડ્યો હતો
- હોસ્પિટલના હાજર ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરાયો
Sabarkantha News: ગુજરાતમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં આજે એક યુવક હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.
હિંમતનગરમાં 21 વર્ષીય યુવાન કેવિન રાવલનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગઈકાલે મોડી રાત્રે કેવિન રાવલ તેના ઘરમાં ઢળી પડ્યો હતો જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. કેવિન રાવલે રોબોટિક્સ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અચાનક યુવાન પુત્રના અકાળે મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતા.
તાજેતરમાં જ સુરતમાં ગોડાદરામાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું બેભાન થયા બાદ મોત થતા અરેરાટી મચી ગઈ હતી. શાળામાં જ વિદ્યાર્થિની બેભાન થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બેભાન થયા બાદ તેણીને હોસ્પિટલ લઇ જવાતા હાજર ડોક્ટરે તેન મૃત જાહેર કરી હતી. કાપડ વેપારીની દીકરી ધોરણ ૮ મા અભ્યાસ કરતી હતી. આજે ચાલુ ક્લાસ દરમ્યાન બેભાન થતા તેણીની ફોઈને બોલાવીને હોસ્પિટલ લઇ જવાઈ હતી. જો કે, કિશોરીને બચાવી શકાઈ નહોતી. ચાલું ક્લાસમાં કિશોરી પડી જતા ત્યાં હાજર સાથી વિદ્યાર્થીઓ પણ ચોંકી ગયા હતા.
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો
આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ
આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર
