- બનાસકાંઠા:પિતાએ ત્રણ વર્ષના પુત્રની કરી હત્યા
- કાંકરેજના થરા પાસે હત્યા કરી લાશ કેનાલમાં નાંખી
- રાજસ્થાનના ધુડવા ગામ નજીક કેનાલમાં ફેંકી દીધી
Banaskantha News: બનાસકાંઠાથી ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ જ પોતાના દીકરાની હત્યા કરી નાખી છે. હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પિતાએ પુત્રની માતાથી છુટકારો મેળવવા પોતાના 3 વર્ષના પુત્રની હત્યા કરી છે. પતિ-પત્નીના અણબનાવમાં રાજસ્થાનના ધુડવા ગામ નજીક પતિએ પુત્રને કેનાલમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી બાળકના મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
બન્યું એવું કે, કાંકરેજના નેકોઈ ગામની યુવતીના લગ્ન પાટણના ધાયણોજ ગામના શૈલેષ રબારી સાથે થયા હતા. દરમિયાન પતિ-પત્ની વચ્ચે નાની-નાની બાબતે બોલાચાલી થયા કરતી હતી. એવી જ રીતે 28 સપ્ટેમ્બરના રોજ પણ કોઈ બાબતે બોલાચાલી થતા પિતાએ બાળકને થરામાંથી લઈ જઈને રાજસ્થાનના ધુડવા ગામ પાસેની કેનાલમાં ફેંકી દીધું હતું. જ્યારે શૈલેષ રબારીએ પત્નીથી છુટકારો મેળવવા પોતાના જ પુત્રની હત્યા કરી હતી, ત્યારે મૃતકની માતાએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતમાં બેફામ ચાલતી BRTS બસે યુવતીનો ભોગ લીધો
આ પણ વાંચો:સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બિનવારસી બાયોડિઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો
આ પણ વાંચો:માતા-પિતાને ચેતવા જેવો કિસ્સો, હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત
આ પણ વાંચો:વડોદરામાં ઈદના જુલૂસ દરમિયાન DJ પર વગાડ્યું ‘સર તન સે જુદા’ સોંગ, ત્રણ લોકોની ધરપકડ
