ભરૂચઃ ભરૂચમાં ગુરુવારે મોડી રાત્રે રોંગસાઇડથી આવતી ટ્રકે રાઇટ સાઇડથી આવનારાઓનો ભોગ લીધો હતો. ભરૂચમાં ગુરુવારે મોડી રાત્રે દયાદરા-કેલોદ રોડ પર ટ્રક ને કાર વચ્ચે થયેલી ટક્કરમાં ચાર યુવકોના અકાળે કરૂણ મોત નીપજ્યા હતા. તેમા પણ ટ્રક ચાલક રોંગસાઇડમાં આવતો હતો. ગામના એક જ ફળિયાના ચાર યુવકોના મોતથી શોકનું વાતાવરણ છવાયું છે.
પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીથી વાહન હંકારવાનો ગુનો નોંધ્યો છે. તેની સાથે પોલીસે ટ્રક ચાલક રોંગસાઇડથી કેમ આવ્યો તેની તપાસ આદરી છે. આ યુવકો ભરૂચના આમોદના સુડી ગામના હતા. તેઓ નોકરી પરથી પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારને કેલોદ પાસે ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના પતરા ચીરીને યુવાનોના મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા.
અકસ્માતની ઘટના પછી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદ મુજબ ટ્રક ચાલક સિંગલ ટ્રેક પર રોંગ સાઇડમાં વાહન હંકારી રહ્યો હતો. અકસ્માત સર્જીને ટ્રક છોડીને ભાગી ગયો હતો. સૂડી ગામના મૃત્યુ પામેલા ચારેય યુવાનો 19થી 25 વર્ષની ઉંમરના હતા. ચારૂયે યુવાનો ભરૂચના રવિ રત્ન મોટર્સ અને શોરૂમમાં કામ કરતા તા. તેઓ ઘરે જવા માટે અલ્ટો કારમાં નીકળ્યા હતા. તેમા સામેથી આવતી ટ્રક અને અલ્ટો કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. ચારેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
આ પણ વાંચોઃ Filmfare Awards/ CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 69માં ફિલ્મફેર એવોર્ડની જાહેરાત, અનેક સ્ટાર્સ રહ્યાં હાજર
આ પણ વાંચોઃ ODI World Cup 2023/ ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બની શકે છે? જાણો હવામાનનું અપડેટ
આ પણ વાંચોઃ Operation Ajay/ ઈઝરાયલ-હમાસના ભયંકર યુદ્ધ વચ્ચે 212 ભારતીયોની વતન વાપસી

