સજા/ ઉત્તરપ્રદેશના રામપુરમાં કારતૂસ ચોરી કાંડમાં 24 આરોપીઓને 10 વર્ષની સજા

ઉત્તર પ્રદેશના રામપુરમાં 13 વર્ષ જૂના કારતૂસ ચોરીના કેસમાં કોર્ટે CRPF જવાન સહિત 24 લોકોને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ તમામને દોષિત માનીને કોર્ટે દરેકને 10,000 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ આપ્યો છે

Top Stories India

ઉત્તર પ્રદેશના રામપુરમાં 13 વર્ષ જૂના કારતૂસ ચોરીના કેસમાં કોર્ટે CRPF જવાન સહિત 24 લોકોને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ તમામને દોષિત માનીને કોર્ટે દરેકને 10,000 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ આપ્યો છે. આ પહેલા ગુરુવારે રામપુર કોર્ટે તમામ 24 આરોપીઓને કલમ 413, 409, 120B હેઠળ દોષિત ઠેરવ્યા હતા.આ કેસની સુનાવણી રામપુર કોર્ટની સ્પેશિયલ કોર્ટ ઇસી એક્ટ વિજય કુમારની કોર્ટમાં ચાલી રહી હતી. ગુરુવારે, કોર્ટે તમામ 24 આરોપીઓને દોષી ઠેરવ્યા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા.

શું છે કારતૂસ ચોરીનો કેસ?
આ મામલો એપ્રિલ 2010નો છે. STF ટીમે રામપુરમાં સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના જ્વાલા નગરમાં રેલ્વે ક્રોસિંગ નજીક બે CRPF કોન્સ્ટેબલની ધરપકડ કરીને કારતૂસ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે તેમના કબજામાંથી કારતૂસ કબજે કર્યા હતા. આરોપ છે કે આ કારતુસ નક્સલવાદીઓને સપ્લાય કરવાના હતા અને દાંતેવાડા હુમલામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.