Worldcup/ વિશ્વકપમાં ફરી મોટો અપસેટ, નેધરલેન્ડે આફ્રિકાને 38 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડે હરાવીને મોટો અપસેટ સર્જાયો છે. વરસાદને લીધે મેચ 43 ઓવરની કરી દેવામાં આવી હતી,નેધરલેન્ડે આફ્રિકાને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Top Stories Sports

દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડે હરાવીને મોટો અપસેટ સર્જાયો છે. વરસાદને લીધે મેચ 43 ઓવરની કરી દેવામાં આવી હતી,નેધરલેન્ડે આફ્રિકાને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરતું આફ્રિકાની ટીમ માત્ર 207 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચ નેધરલેન્ડે 38 રને જીતી લીધી.ODI વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે નેધરલેન્ડની આ પ્રથમ જીત છે. આ પહેલા નેધરલેન્ડે T20 વર્લ્ડ કપ 2022માં દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. નોંધનીય છે કે નેધરલેન્ડ પહેલા વર્તમાન ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને ખળભળાટ મચાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વર્લ્ડ કપ 2023ની 15મી મેચ ધર્મશાલામાં રમાઈ હતી . દક્ષિણ આફ્રિકાને 246 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટોસ હાર્યા બાદ નેધરલેન્ડે 43 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ ના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 69 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 78 રનની અણનમ ઇનિંગ રમી હતી. રોએલોફ વાન ડેર મર્વે 29 રન અને આર્યન દત્તે અણનમ 23 રન બનાવ્યા હતા. એડવર્ડ્સે આઠમી વિકેટ માટે રોઈલોફ સાથે 64 રન અને આર્યન સાથે પાંચમી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. એક સમયે નેધરલેન્ડની ટીમ 112 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી પરંતુ એડવર્ડ્સ હિંમત ન હારી. ઓપનર વિક્રમજીત સિંહે 2 રન અને મેક્સ ઓ’ડાઉડે 18 રન બનાવ્યા હતા. કોલિન એકરમેન (13) અને બાસ ડી લીડે (2) બેટિંગ કરી શક્યા ન હતા. સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટે 19 રનનું યોગદાન આપ્યું હતું. વરસાદના કારણે મેચ 43-43 ઓવરની કરવામાં આવી છે.