uttarpradesh/ કોલેજના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવનાર વિદ્યાર્થીને સ્ટેજ પરથી દૂર કરનાર પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ

યુપીના ગાઝિયાબાદની એક એન્જીનિયરિંગ કોલેજમાં મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવી. મહિલા પ્રોફેસરે કોલેજના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવનાર વિદ્યાર્થીને સ્ટેજ પરથી દૂર કરતા આ કાર્યવાહી કરવામાં આવી.

Top Stories India

યુપીના ગાઝિયાબાદની એક એન્જીનિયરિંગ કોલેજમાં મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવી. મહિલા પ્રોફેસરે કોલેજના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવનાર વિદ્યાર્થીને સ્ટેજ પરથી દૂર કરતા આ કાર્યવાહી કરવામાં આવી. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રોષે ભરાયેલા લોકોએ મહિલા પ્રોફેસર સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી.

આ ઘટના ગાઝિયાબાદની ABES એન્જિનિયરિંગ કોલેજની છે. હાલમાં આ કોલેજમાં culture festival ચાલી રહ્યો છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાના પરફોર્મન્સની શરૂઆત પહેલા જય શ્રી રામનો ઉચ્ચાર કર્યો હતો. આ બાબતના કારણે મહિલા પ્રોફેસર વિદ્યાર્થીને સ્ટેજ છોડવા કહ્યું. આ મામલનો વિડીયો સામે આવ્યા બાદ વિવાદ થતા મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં દેખાય છે કે  ABES એન્જિનિયરિંગ કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં કોલેજનો એક વિદ્યાર્થી પરફોર્મ કરવા સ્ટેજ પર પહોંચે છે. ત્યારે પ્રેક્ષકો સમૂહમાં બેઠેલ તેના સાથીદારો જય શ્રી રામના નારા લગાવે છે. જેના જવાબમાં સ્ટેજ પર પંહોચેલ વિદ્યાર્થી પણ સામે જય શ્રી રામના નામનો જયઘોષ કરે છે. સ્ટેજ પર ઉભેલ વિદ્યાર્થી જયશ્રી રામ બોલે છે ત્યારે ત્યાં હાજર મહિલા પ્રોફેસર ગુસ્સે થયા અને વિદ્યાર્થીને પરફોર્મન્સ કરતા રોકી તેને સ્ટેજ છોડવાનું કહે છે. જેના જવાબમાં વિદ્યાર્થી કહે છે કે પહેલા પ્રેક્ષકોમાંથી કોઈએ નારા લગાવ્યા હતા જેનો જવાબ તેણે આપ્યો. આ વીડિયો પ્રેક્ષકસમૂહમાં બેસેલ કોઈ વ્યક્તિએ ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં શેર કર્યો.

આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોએ મહિલા પ્રોફેસર સામે પગલા લેવાની માંગ કરી. જેના બાદ કોલેજ મેનેજમેન્ટે બે મહિલા પ્રોફેસરોને સસ્પેન્ડ કર્યા. લોકોએ આ કિસ્સાને વખોડતા કહ્યું કે ABES કોલેજ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો જ્યાં ભારતીય સંસ્કૃતિમાં પૂજ્ય એવા ‘જય શ્રી રામ’ના જયઘોષનો અનાદર કરવામાં આવ્યો. આ કૃત્ય અશોભનીય ગણાવતા ABES કોલેજ મેનેજમેન્ટના સંજય સિંહે કોલેજના બંને મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કરાયેલા પ્રોફેસરોમાં મમતા ગૌતમ અને ડૉ. સ્વેતા શર્માનો સમાવેશ થાય છે.

વીડિયો વાયરલ થયા બાદ રોષે ભરાયેલા યુઝર્સે મહિલા પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટે પણ જવાબ આપતા કહ્યું કે ક્રોસિંગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને આ મામલે તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.



આ પણ વાંચો : Switch CSR 762/ અમદાવાદની કંપની 90 દિવસમાં લાવવા જઈ રહી છે જબરદસ્ત ફીચર્સ વાળી બાઈક

આ પણ વાંચો : Diplomatic Crisis/ કેનેડા-ભારત રાજદ્વારી વિવાદમાં અમેરિકા અને બ્રિટન કૂદી પડ્યા

આ પણ વાંચો : ₹1.19cr ટેક્સ દંડની ચોરી કરવા બદલ જ્વેલર સામે FIR