Cricket/ માર્કો યાન્સનના નામે નોંધાયો આ રેકોર્ડ,જાણો

આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ માર્કો યાન્સન ખરાબ રીતે ફટકાર્યો હતો. માર્કોએ મેચમાં 9.4 ઓવર ફેંકી હતી,

Top Stories Sports

આજે ODI વર્લ્ડ કપ 2023માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે  મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. હવે દક્ષિણ આફ્રિકાને આ મેચ જીતવા માટે 327 રન બનાવવાના હતા.આફ્રિકા માત્ર 83 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો યાન્સન ઘણો મોંઘો સાબિત થયો છે. જે બાદ વર્લ્ડ કપ 2023માં તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ માર્કો યાન્સન ખરાબ રીતે ફટકાર્યો હતો. માર્કોએ મેચમાં 9.4 ઓવર ફેંકી હતી, જે દરમિયાન તેણે 94 રન આપ્યા હતા. આ મેચમાં તેની ખરાબ બોલિંગ પહેલી જ ઓવરથી જોવા મળી હતી. માર્કોએ પહેલી જ ઓવરમાં 17 રન આપ્યા હતા. માર્કોએ 9.4 ઓવરમાં 11 વાઈડ બોલ ફેંક્યા.આ પહેલીવાર નથી જ્યારે તેણે એક જ મેચમાં આટલા રન આપ્યા હોય. આ પહેલા આ જ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં માર્કો જેનસેને 10 ઓવરમાં 92 રન આપ્યા હતા. માર્કો જેન્સન હવે વર્લ્ડ કપની એક જ સીરિઝમાં સૌથી વધુ રન આપનાર દક્ષિણ આફ્રિકાનો બોલર બની ગયો છે.