Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Business/ રિટેલ રોકાણકારો પુન: બજારમાં, ડીમેટ એકાઉન્ટની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો

માર્ચ મહિનાથી શેરબજારમાં તેજી યથાવત, સારું વળતર આપી રહ્યા છે મિડકેપ અને સ્મોલકેપ

November 7, 2023November 7, 2023Hardik Kotecha
Gujarat Trending Business

મુંબઇઃ ભારતીય શેરબજારમાં ફરી તેજીનો વંટોળ શરૂ થઈ રહ્યો છે. તહેવારોની ખરીદારીના જોરે બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. નાના અને મધ્યમ કદના શેરોમાં સારૂ વળતરને પગલે રોકાણકારો દલાલ સ્ટ્રીટ તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યાં છે. નવા ડીમેટ એકાઉન્ટ ઓપનિંગના આંકડા પર નજર ફેરવી તો પાછલા 11 મહિનામાં રેકોર્ડબ્રેક ખાતા ખુલ્યા છે.

13.2 કરોડના આંકડાને સ્પર્શ કર્યો
જો ડેટા પર નજર કરીએ તો ઓક્ટોબર મહિના સુધીમાં 13.22 કરોડથી પણ ધારે ડીમેટ ખાતા ખુલી ચુક્યાં છે. જેમાંથી પાછલા 11 મહિનામાં સૌથી વધુ એકાઉન્ટ ખુલ્યાં છે. તેમાં સેન્ટ્રલ ડિપોઝિટરી અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (CDSL)માં લગભગ 9.85 કરોડ અને નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી (NSDL) માં 3.38 કરોડથી પણ વધારે ખાતા છે. એક વર્ષની સરખામણીમાં 2.79 કરોડ એકાઉન્ટ વધ્યાં છે.

સારું વળતર આપી રહ્યા છે મિડકેપ અને સ્મોલકેપ
બજારના જાણકારોના મતે માર્ચ મહિનાથી બજારમાં ઘણી વૃદ્ધિ જોવા મળી છે. અત્યાર સુધી મિડકેપ શેરોએ સારું વળતર આપ્યું છે. આ વર્ષે હજુ વધુ ફેરફારો જોવા મળશે કારણ કે મિડકેપ અને સ્મોલકેપ સારું વળતર આપી રહ્યા છે. મોટાભાગના રોકાણકારો આ શેરોમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 9.34 ટકા અને નિફ્ટીમાં 11.24 ટકાનો વધારો થયો છે.

ડીમેટ ખાતાની સંખ્યા આગળ પણ વધતી રહેશે
ભવિષ્યમાં પણ ગત વર્ષની સરખામણીમાં વૃદ્ધિની ગતિ જળવાઈ રહેશે. દેશમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યા હજુ ઘણી ઓછી છે. ડીમેટ ખાતામાં વધારાનો સીધો અર્થ એ છે કે શેરબજાર સારું પ્રદર્શન કરી રહ્યું છે. જાણકારો અનુસાર ભવિષ્યમાં પણ નવા ખાતાની સંખ્યા વધતી રહેશે.

માર્ચ મહિનાથી શેરબજારમાં તેજી યથાવત
માર્ચથી રોકાણકારોને સારો નફો થયો છે, જેની અસર ડીમેટ ખાતાઓ પર પણ જોવા મળી રહી છે. અગાઉ પણ માર્કેટમાં આવેલી તેજીએ ડીમેટ ખાતા તરફ લોકોનો રસ વધાર્યો છે.

ડિજિટલ એપ્સનો મોટો ફાળો
ડિજિટલ ક્રાંતિના કારણે કંપનીઓમાં પણ ફેરફાર થયા છે. ટેક્નોલોજીની મદદથી કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા સક્ષમ બની રહી છે. ડિજિટલ એપ નવા લોકોને ડીમેટ ખાતા સાથે જોડે છે. આ એપ્સના કારણે જૂની કંપનીઓએ પણ તેમની સેવાઓમાં સુધારો કરવો પડ્યો છે.


આ પણ વાંચોઃ Gujarat Heart Attack/ ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોત

આ પણ વાંચોઃ ‘પઠાણ’ સામે પડકાર/ વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

આ પણ વાંચોઃ Air Pollution/ દિલ્હી વાયુ પ્રદૂષણને પગલે નિષ્ણાતની ચેતવણી ‘હૃદય અને મગજને પણ અસર કરે છે’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને Facebook, Twitter,  WhatsApp,Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોત
વધુ એક વૈશ્વિક એજન્સીએ ભારતને આપ્યા સારા સમાચાર, ભારત ટોપ-10માં ટોચ પર

More Posts

Home Minister Harsh Sanghvi

નિવેદન/ સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોર અને ચાઇનીઝ દોરી અંગે આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું

January 8, 2023garima rao

Not Set/ BJPના જ નેતાઓએ, BJPના ખાડા તંત્રની સોશિયલ મીડિયામાં ઘોર ખોદી, લાગે છે કે જનતાનું દર્દ નેતા સુધી પહોચ્યું

September 15, 2019September 15, 2019padma prajay

Rajkot News/ રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી પોલીસ એક્શનમાં આવી, જીવલેણ હુમલાના આરોપીને ઝડપ્યો

November 10, 2025Pansara Shruti

Health Insurance/ 65 વર્ષથી વધુ વયના માબાપ માટે પણ લઈ શકાશે આરોગ્ય વીમો, જાણો ઇરડાનો નવો નિયમ

April 21, 2024April 21, 2024jani
Rajkot Brass Scrap Fraud: ₹2.37 કરોડની છેતરપિંડીમાં 3 આરોપીની ધરપકડ

Rajkot News/ રાજકોટમાં ₹2.37 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો: 23.64 ટન બ્રાસ સ્ક્રેપ બારોબાર સગેવગે થાય તે પહેલાં 3 ઝડપાયા

August 8, 2026August 8, 2026Maya Sindhav

Not Set/ આજે લાભ પાંચમ : દિવાળી મહા પર્વનો છેલ્લો દિવસ …

November 12, 2018November 5, 2018Jay Mehta

Sabarkantha News/ સાબરકાંઠા દૂધના ભાવફેર વધારા બાદ પણ સાબર ડેરી સામે વિરોધનો વંટોળ, હિંમતનગરની દૂધ મંડળી બંધ

July 19, 2025Panara Mansi

Not Set/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત સાયકલોથોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

December 26, 2021mustak malik

Not Set/ 2020માં દેશને મળશે પ્રથમ ડિજિટલ મોલ, ગ્રાહકો ઘરેથી ખરીદી કરી શકશે

October 19, 2019padma prajay

Mehsana news/ મહેસાણાના વિસનગર સામૂહિક દુષ્કર્મ મામલે તમામ 6 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

October 12, 2025Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy