Worldcup/ ન્યુઝીલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવ્યું, સેમી ફાઇનલમાં પહોંચવાની દાવેદારી કરી મજબૂત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમો સેમિફાઇનલની રેસમાં છે પરંતુ હવે આ બંને ટીમો માટે ટોપ-4માં સ્થાન મેળવવું મુશ્કેલ બની ગયું છે.

Top Stories Sports

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની 41મી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ન્યુઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની દાવેદારી કરી મજબૂત . પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમો સેમિફાઇનલની રેસમાં છે પરંતુ હવે આ બંને ટીમો માટે ટોપ-4માં સ્થાન મેળવવું મુશ્કેલ બની ગયું છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 46.4 ઓવરમાં 171 રન જ બનાવી શકી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 160 બોલ બાકી રહેતા પાંચ વિકેટે 172 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવેએ 45 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની છેલ્લી લીગ મેચ ઈંગ્લેન્ડ સામે છે અને અફઘાનિસ્તાનની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે બંને ટીમોએ વિરોધી ટીમોને મોટા અંતરથી હરાવવા પડશે. જોકે આ ખૂબ જ મુશ્કેલ હશે. જીતવા છતાં, કિવી ટીમ સારા રન રેટના કારણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકે છે.

————————————————————————————————————————————————————–

Read More: ઈઝરાયલને સમર્થન આપવા પર ‘Coca Cola’ અને ‘Nestle’ની મુશ્કેલીઓ વધી!

Read More: દિલ્હી વાયુ પ્રદૂષણ સમસ્યાનો ઉકેલ ‘કૃત્રિમ વરસાદ’, શું છે ‘ક્લાઉડ સીડિંગ’ ટેકનોલોજી ?

Read More: હનીટ્રેપમાં ફસાયેલા રિટાયર્ડ ફોજીએ કરી આત્મહત્યા, બ્લેકમેલ કરનારાઓમાં પોલીસ પણ સામેલ


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube

Download Mobile App :  Andiroid  |  IOS