દિલ્હીમાં વર્ષો બાદ દિવાળી તહેવાર પર ઠંડીનો ચમકારો જોવા મળ્યો. વરસાદ બાદ પ્રદૂષણમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. પ્રદૂષણ ઘટતા હવાની ગુણવત્તામાં સુધારો થતા લોકો દિવાળી પર્વની સારી રીતે ઉજવણી કરી શકશે. વર્ષ 2015 પછી એવું જોવા મળ્યું જ્યારે લોકોને દિવાળીના દિવસે પ્રદૂષણનો સામનો કરવો ન પડે. દિલ્હીમાં AQI સ્તર 500એ પંહોચ્યું હતું તેમાં ઘટાડો જોવા મળ્યો. દિલ્હીમાં બપોરે 12 વાગ્યા સુધી એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 228 હતો. જયારે સાંજે 4 વાગ્યા સુધીમાં તે 224 પર પહોંચી ગયો હતો.
એક સમયે દિલ્હીમાં AQI સ્તર 500થી વધુ જોવા મળ્યું હતું. જેના પગલે દિલ્હી સરકારે ઓડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરી, અને બાંધકામ બંધ કરવા જેવા કેટલાક પ્રતિબંધો લાદતા શાળા-કોલેજ બંધ કર્યા હતા. જો કે વરસાદ અને ભારે પવનથી લોકોને રાહત મળી છે. અને આજે દિવાળી તહેવાર પર હવામાન સ્વચ્છ થતા દિલ્હીવાસીઓ તહેવારની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી શકશે. પરંતુ આગાહી છે કે હવાની ગુણવત્તા વધુ ગંભીર બની શકે છે. આગામી છ દિવસ સુધી AQI સ્તરમાં વધારો જોવા મળી શકે.
શનિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 15-16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે રવિવાર બપોરથી પવનની ઝડપ 15-16 થી ઘટીને 5-6 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ “આગામી 3-4 દિવસમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે જ્યારે મહત્તમ તાપમાન 28-29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.”
ઓક્ટોબર અને નવેમ્બરમાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં ચિંતાજનક વધારો થવા પાછળ પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવતી પરાળીને માનવામાં આવે છે. જો કે પંજાબમાં અને હરિયાણામાં શુક્રવારે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદના કારણે હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ગુરુગ્રામ, હરિયાણામાં 198 અને ફરીદાબાદમાં 167 નોંધાયો હતો. જ્યારે પંજાબના મંડી ગોવિંદગઢમાં 147, અમૃતસરમાં 111 નોંધાયા હતા. પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં AQI 110 પર હતો.
દેશના મોટાભાગના શહેરોમાં હવાની સ્થિતિમાં સુધારો થયો છે. પરંતુ આ મામલે ગુજરાત અને બિહારના શહેરોની હાલત ખૂબ જ ખરાબ છે. ગુજરાત અને બિહારના કેટલાક શહેરોમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ/ કઈ રાશિના જાતકો પર આ દિવાળી મંડરાઈ રહ્યો છે ખતરો,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય
આ પણ વાંચો : Diwali 2023/ જાણો દિવાળી પર, લક્ષ્મી-ગણેશની પૂજા પદ્ધતિ, શુભ સમય, મહત્વ અને આ દિવસે શું કરવું અને શું ન કરવું
આ પણ વાંચો : Diwali 2023/ આ વખતે દિવાળી પર 500 વર્ષ પછી બની રહ્યા છે આ 4 દુર્લભ સંયોગ, આ શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી થશે ધનનો વરસાદ.

