વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા
રવિવારની વહેલી સવારથી જ તિલકવાડા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભર શિયાળાની ઋતુ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવી ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થતા સમગ્ર વિસ્તાર માં ઠંડક પ્રસરી જવા પામી હતી. કમોસમી વરસાદ અને પવનના કારણે વિસ્તારમાં ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો.
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. નર્મદા જિલ્લા સહિત તિલકવાડા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો.
https://twitter.com/mantavyanews/status/1728745914968224134
જો કે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ ભારે મહેનત કરી તૈયાર કરેલા કેર અને કપાસના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે ભર શિયાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવી વરસાદ પડતા તિલકવાડા નગરમાં ચારે બાજુ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને પવન સાથે ધીમીધારે વરસાદની એન્ટ્રી થતા સમગ્ર વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ વધી જવા પામ્યો હતો.
