Laththakand/ ખેડાના લઠ્ઠાકાંડમાં નીકળ્યું અમદાવાદ કનેકશન

ખેડા જિલ્લામાં વધુ એક લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની પ્રબળ સંભાવનાથી હોબાળો મચી ગયો છે. ફક્ત બે જ દિવસમાં પાંચ જણના શંકાસ્પદ મોત થયા છે. નડિયાદના બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામે પણ બેના શંકાસ્પદ મોત થવાના પગલે મોટાપાયા પર ચકચાર મચી ગઈ છે.

Top Stories Gujarat

ખેડાઃ ખેડા જિલ્લાના લઠ્ઠાકાંડમાં અમદાવાદ કનેકશન નીકળ્યું છે. ખેડા જિલ્લાના લઠ્ઠાકાંડને લઈને અમદાવાદમાં પોલીસે દાણીલીમડા અને જુહાપુરામાં દરોડા પાડ્યા હોવાના અહેવાલ છે. આ સંદર્ભમાં મોઇનુદ્દીન પઠાણ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. તેની સાથે નશાયુક્ત સીરપ પણ ઝડપાયો છે. તેની સાથે પોલીસ સૈફુદ્દીન નાગોરી નામની વ્યક્તિની શોધ ચલાવી રહી છે. ખેડામાં થયેલા લઠ્ઠાકાંડમાં નશાયુક્ત સીરપ અમદાવાદમાંથી જ ગયો હોવાનું પોલીસ પ્રબળપણે માની રહી છે.

હાલમાં પોલીસે જ્યાં કરિયાણાની દુકાનમાંથી આ નશાયુક્ત સીરપ ખરીદવામાં આવ્યો હતો તે દુકાનના માલિકની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે આ સ્ટોક ક્યાંથી ખરીદ્યો અને તેના સપ્લાયર કોમ છે તે બધી વિગતો તેના પગલે મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. આને લઈને સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આસવ નામનો સીરપ પીવાથી આ મોત થયા છે. આ પ્રકારના સીરપનો ઉપયોગ તબીબોની સલાહ બાદ જ કરવાનું તેના પર સ્પષ્ટ જણાવાયું છે તો કરિયાણાની દુકાનમાં આ સીરપ ક્યાંથી આવી ગયો તે સવાલ સર્જાયો છે. આમ જે પ્રોડક્ટ મેડિકલ સ્ટોરમાં હોવી જોઈએ તે કરિયાણાની દુકાને કેવી રીતે વેચાવવા લાગે. આના લીધે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર સવાલ સર્જાયા છે.

ખેડા જિલ્લામાં વધુ એક લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની પ્રબળ સંભાવનાથી હોબાળો મચી ગયો છે. ફક્ત બે જ દિવસમાં પાંચ જણના શંકાસ્પદ મોત થયા છે. નડિયાદના બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામે પણ બેના શંકાસ્પદ મોત થવાના પગલે મોટાપાયા પર ચકચાર મચી ગઈ છે. હજી પણ એક વ્યક્તિ ગંભીર સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મોત આયુર્વેદિક સીરપના લીધે થયા હોવાની પ્રબળ સંભાવના છે. તે વાત ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક સીરપનો ઉપયોગ ઘણા દવા તરીકે કરવાના બદલે નશા તરીકે કરે છે, કારણ કે તેમા આલ્કોહોલિક કન્ટેન્ટ અથવા કેફી પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેથી એક રીતે તે નશાનો વિકલ્પ સારે છે. બે દિવસના પાંચ જણના શંકાસ્પદ મોતના લીધે સમગ્ર ખેડા જિલ્લાની પોલીસમાં દોડધામ મચી છે.

મૃતકના મોતનું સાચુ કારણ જાણવા માટે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી મૃત્યુ પછીનું સાચુ કારણ જાણવા મળી શકે છે. એસઓજી અને એલસીબીએ નડિયાદ ગ્રામીણ પોલીસ પણ સમગ્ર મામલે વધારે તપાસ હાથ ધરી છે.

મૃતકોમાં 34 વર્ષીય અશોક સોઢા નામના યુવકનું મોત થયું હતું. મંગળવારે અચાનક પેટમાં દુઃખાવો થતાં અશોકભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અશોક સોઢાના ભાઈએ જણાવ્યું હતું કે અશોક ભાઈ અમુક વખત નશો કરતા હતા, પણ તેમના મૃત્યુ પહેલા તેમણે નશો કર્યો હતો કે કેમ તેની ખબર પડી નથી.

મૃત્યુ પામનારા બધાના મોતનું કારણ એક જ હોવાની જાણકારી મળી રહી છે. મૃતકોના કુટુંબીજનોના કહેવા મુજબ તમામ મૃતકો ઘરે આવ્યા પછી તેમને માથામાં દુઃખાવો થયો હતો અને પરસેવો થવા લાગ્યો હતો. તેના પછી અચાનક જ મોઢામાંથી ફીણ આવવા લાગ્યું હતું. તેના પછી કુટુંબીજનો તરત હોસ્પિટલ લઈ ગયા તે પૂર્વે તમામનું મોત થયું હતું.

મૃતકોએ કરિયાણાના સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ પીધું હોવાની શંકા છે. આયુર્વેદિક સીરપના નામે વેચાતો નશો મોત પાછળનું મુખ્ય કારણ હોવાની ચર્ચા છે. બિલોદરા ગામની દુકાનમાં મળતું આ સીરપ પીનારા અન્ય લોકો પણ બીમાર છે.

મૃતકના કુટુંબીજને દાવો કર્યો હતો કે ડોક્ટરે મૃત જાહેર કરતાં પોસ્ટમોર્ટમ અને પોલીસ કેસ કરવા સૂચના આપી હતી. હાલ તો આ બધાનું મોત કયા કારણસર થયું તેને લઈને ચર્ચા ચાલી રહી છે. મૃતકોનું જો પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે.