Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Technology/ ભારતમાં WhatsAppની મોટી કાર્યવાહી, એક ઝાટકે 75 લાખથી વધુ એકાઉન્ટ બંધ કર્યા

ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હવે WhatsApp એવા એકાઉન્ટ્સ પર પણ નજર રાખે છે જે ગાઈડલાઈન્સની વિરુદ્ધ કામ કરે છે.

December 4, 2023Vijay Sagathiya
Top Stories Tech & Auto

આજના સમયમાં જેમના હાથમાં સ્માર્ટફોન છે, તે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો WhatsApp દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. કંપની સમય સમય પર તેના યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ લાવતી રહે છે, તે સમયે સમયે કડક પગલાં પણ લે છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં કેટલાક લાખ ખાતાઓ સામે કડક કાર્યવાહી કરી છે. WhatsAppએ ભારતમાં લગભગ 75,48,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

રિપોર્ટ અનુસાર, Metaની માલિકીની આ લોકપ્રિય એપએ નવા IT કાયદા હેઠળ લાખો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનું આ પગલું ભર્યું છે. મેટા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે ભારતમાં લગભગ 75 લાખ 48 હજાર વોટ્સએપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

WhatsApp એવા એકાઉન્ટ્સ પર કડક નજર રાખે છે જે નિયમોની વિરુદ્ધ પ્લેટફોર્મ પર કામ કરે છે. કંપનીએ કહ્યું કે તેને ઓક્ટોબર 2023માં લગભગ 9,063 ફરિયાદો મળી છે. હવે વ્હોટ્સએપે ગોપનીયતા અને નીતિના ઉલ્લંઘનને લઈને લાખો એકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ WhatsApp દ્વારા પોલિસીનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટ્સ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં લગભગ 71.1 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. WhatsApp હાલમાં તેના યુઝર્સની ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચો: મિઝોરમની 40 બેઠકો પર મતગણતરી શરૂ..

આ પણ વાંચો: આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ બિલને પાસ કરાવવો પડકાર

આ પણ વાંચો: રાજસ્થાનમાં ભાજપને 115 બેઠક સાથે બહુમત, કોંગ્રેસે માત્ર 69 બેઠક મેળવી

Post navigation

ભાજપની જીતની શેરબજાર પર અસર, વિસ્ફોટક શરૂઆત સાથે સેન્સેક્સ 950 પોઈન્ટ અને નિફ્ટી 330 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો પગપેસારો, વડોદરમાં 11 દર્દી નોંધાયા

More Posts

National News/ મહિલાનો પીછો કરવાના આરોપો છતાં ભાજપ સાંસદના પુત્રને હરિયાણાના આસિસ્ટન્ટ એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કરાયા

July 24, 2025July 24, 2025Nikunj Patel

નિવેદન/ જો મારો જન્મ ભારતમાં થયો હોત તો હું ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો ન હોત…’ જાણો શા માટે કહી એબી ડી વિલિયર્સે આ વાત

February 10, 2022February 10, 2022garima rao
PM Modi at Junagadh

Gujarat Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જનસભા સંબોધી, કહ્યું – ગુજરાતનું અપમાન સહન નહીં થાય

October 19, 2022Rahul Rathod

Not Set/ PM મોદી હવે દેખાશે, ઘેઘૂંર જંગલોમાં, જાણો કયાં, ક્યારે અને કેવી રીતે ?

July 29, 2019July 29, 2019Bhavesh Vyas

uk news/ ‘તમારા દેશ પાછા જાઓ…’ શીખ મહિલા પર બ્રિટનમાં બે હેવાનોનું દુષ્કર્મ, સાંસદ ભડક્યા

September 13, 2025Nikunj Patel

Not Set/ બેડમિન્ટનમાં સાઈના બાદ પી. વી. સિંધુએ પણ ભારતનાં ખાતામાં સુનિશ્ચિત કર્યો મેડલ

August 26, 2018August 27, 2018mantavya

Not Set/ CAA-જામિયા મામલે વિપક્ષ રાષ્ટ્રપતિને મળ્યું, સોનિયા ગાંધીએ કહ્યું – પરિસ્થિતિ ખૂબ ગંભીર

December 17, 2019December 17, 2019Bhavesh Vyas

Not Set/ એપલે લખી ચિઠ્ઠી, કર્મચારીને જાણકારી લિક કરવા પર દીધી ચેતવણી

April 16, 2018mantavya

Delhi News/ બ્રિજભૂષણ કેસમાં મહિલા કુસ્તીબાજોની સુરક્ષા દૂર કરવા મામલે કોર્ટની દિલ્હી પોલીસને ફટકાર

August 23, 2024Heena Dave

દુર્ઘટના/ બંગાળના દરિયાકાંઠે માછીમારોની બોટ પલટી, 5 લોકો લાપતા

August 19, 2022mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy