Real Estate/ પ્રોપર્ટી વેચાણકર્તાની સામાન્ય ભૂલ ખરીદદારને કરે છે નુકસાન, Aadhar સાથે Pan number લિંકની કરો ચકાસણી

પ્રોપર્ટી Deal ફાઈનલ કરતા પહેલા ખરીદદારે નુકસાનીથી બચવા કેટલીક મહત્વની વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખરીદદારે વેચાણકર્તાનું આધાર કાર્ડ સાથે પાનકાર્ડની લિંક છે કે નહી તેની જરૂર ચકાસણી કરવી.

Top Stories Business

આધારકાર્ડ સાથે પાન કાર્ડ લિંક ના કરવા પર મોટું નુકસાન થઈ શકે છે. રિયલ એસ્ટેટના સોદામાં વેચાણકર્તાની સામાન્ય ભૂલ ખરીદદારને મોટું નુકસાન કરે છે. સરકારે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લીંક કરવાને ફરજીયાત બનાવ્યું છે. જેના બાદ રિયલ એસ્ટેટમાં પ્રોપર્ટી ડીલ ફાઈનલ કરતા પહેલા ખરીદદારે ખોટા નુકસાનથી બચવા કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હાલમાં રિયલ એસ્ટેટ સોદામાં કેટલાક ખરીદદારોને 20 ટકા TDS ચૂકવવાની નોટિસ મળી રહી છે. જેમાં વેચાણકર્તાનું આધાર કાર્ડ સાથે પાનકાર્ડની લિંક (Pan Number Link with Aadhar) ના હોવાનું કારણ સામે આવ્યું છે.

ટેક્સ ડિપાર્ટમેન્ટે પાન અને આધાર લિંક કરવાનું ફરજીયાત બનાવ્યું હતું. રીયલ એસ્ટેટ સોદામાં વેચાણકર્તાનું આધારકાર્ડ-પાનકાર્ડ સાથે લિંક ના હોવા પર ખરીદદારો પર નિયમાનુસાર 20 ટકા TDSનો બોજ લાદવામાં આવી રહ્યો છે. જો બંને કાર્ડ લિંક હોય તો ફક્ત 1 ટકા TDS લેવામાં આવે છે. ઇન્કમટેક્ષ એક્ટ મુજબ રિયલ એસ્ટેટ સોદામાં 50 લાખથી વધુના સોદામાં ખરીદદારે 1 ટકા TDS કેન્દ્ર સરકારને ચૂકવવાનો હોય છે. જ્યારે વેચાણકારને કુલ કિમંતના 99 ટકા ચૂકવવાના હોય છે. ત્યારબાદ જ વેચાણકાર ક્રેડિટ તરીકે કલેમ કરે છે. Aadhaar-PAN લીંક (Pan Number Link with Aadhar) કરવાની 31-માર્ચ-2023 છેલ્લી તારીખ હતી.

પ્રોપર્ટી Deal ફાઈનલ કરતા પહેલા ખરીદદારે નુકસાનીથી બચવા કેટલીક મહત્વની વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખરીદદારે વેચાણકર્તાનું આધાર કાર્ડ સાથે પાનકાર્ડની લિંક છે કે નહી તેની જરૂર ચકાસણી કરવી. 6 મહિના અગાઉ આધાર કાર્ડ-પાનકાર્ડ સાથે લિંક કરવાનું ફરજીયાત બનાવ્યા બાદ હાલમાં ટેક્સ ડિપાર્ટમેન્ટ રિયલ એસ્ટેટના 50 લાખથી વધુના સોદા પર ખરીદદારને નોટિસ ફટકારતી 20 ટકા ટીડીએસ ચૂકવવા કહ્યું છે. પ્રોપર્ટી ડીલના મોટાભાગના કેસમાં વેચાણકર્તાના પેન અને આધાર લિંક થયેલા ના હોવાથી નિષ્ક્રિય થઈ જતા ખરીદદારોને થોડા મહિના બાદ ટીડીએસ ચૂકવવાની નોટિસ મળે છે.

આ મામલે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે માહિતી આપી કે વેચાણકર્તાએ નોટિસ મળ્યા બાદ પાન કાર્ડ અને આધારકાર્ડ લિંક કરાવ્યા છતાં પણ આ નોટિસ પાછી ખેંચવામાં આવી નથી. કેટલાક કોન્ટ્રાક્ટર્સ અને બ્રોકર્સે હજુ પણ નોટિસ મળી રહી છે. રિયલ એસ્ટેટમાં વેચાણકર્તા અને ખરીદદાર ઉપરાંત મકાન માલિક અને ભાડૂઆત માટે પણ આધારકાર્ડ-પાનકાર્ડ લિંક ના હોવા પર મોટી સમસ્યા બને છે. વાર્ષિક 2.40 લાખથી વધારે ભાડું ચૂકવતા ભાડૂઆતના મકાનમાલિકોના આધાર-પાનકાર્ડ લિંક ના હોવાથી ભાડૂઆતને આઈટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે છે.

ટેક્સ ડિપાર્ટમેન્ટે પાન અને આધાર લિંક કરવા માટે 31 માર્ચ, 2023 સુધીમાં લિંક કરવાનો સમય આપ્યો હતો. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનું 1 જુલાઈ, 2022 સુધી મફત હતું. અને ત્યારબાદ 31 માર્ચ, 2023 સુધીમાં લેટ ફી 1,000 રૂપિયા આપીને તે લિંક કરી શકાતું હતું. આવકવેરા વિભાગ મુજબ નાણાકીય લેવડ-દેવડ માટે જરૂરી પાન કાર્ડ (PAN Card)ને આઈડેન્ટિટી કાર્ડ આધાર (Aadhaar Card) સાથે લિંક કરવું ફરજિયાત છે. પાન અને આધાર લિંક ના થવા પર  1 એપ્રિલથી પાન કાર્ડ નિષ્કિય કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :