Parliament/ સંસદની સુરક્ષામાં ખામી પર કાર્યવાહી, આઠ કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ

લોકસભા સચિવાલયના આઠ કર્મચારીઓ પર ગાજ પડી છે. આ આઠ કર્મચારીઓને સુરક્ષામાં ખામીના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Top Stories India

સંસદની સુરક્ષામાં ખામીના કારણે લોકસભા સચિવાલયના આઠ કર્મચારીઓ પર ગાજ પડી છે. આ આઠ કર્મચારીઓને સુરક્ષામાં ખામીના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકસભા સચિવાલયના જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની ઓળખ રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત અને નરેન્દ્ર તરીકે કરવામાં આવી છે.

ગુરુવારે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે સુરક્ષામાં ખામીના મુદ્દે હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહને આ ઘટનાની જાણકારી આપી અને ઘટનાની નિંદા કરી. રાજનાથ સિંહે સાંસદોને સંસદીય પાસ જારી કરવામાં સાવધાની રાખવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ભાજપના સાંસદ દ્વારા જારી કરાયેલ પાસ સાથે મળી આવ્યા હતા. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: નિજ્જરની હત્યા મામલે જસ્ટિન ટ્રુડોએ હવે મોટો ખુલાસો કર્યો