ભારતીય ક્રિકેટ ટીમના ધુંવાધાર બેટ્સમેન યુવરાજ સિંહ વિરુદ્ધ ઘરેલું હિંસાનો મામલો નોંધયો છે. આ ફરિયાદ યુવરાજ સિંહની ભાભી આકાંક્ષા શર્મા તરફથી નોંધાવવામાં આવી છે. આકાંક્ષા શર્માએ યુવરાજ સિંહ, તેમની માતા શબનમ સિંહ અને ભાઈ જોરાવર સિંહનું નામ સામેલ છે.
આકાંક્ષા શર્માના વકીલ સ્વાતિ મલિકે જણાવ્યું કે, માતા શબનમે આકાંક્ષા વિરૂદ્ધ એક ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદમાં તેમને લગ્નમાં આપેલા દાગીના અને અન્ય સામાન પાંછો માંગ્યો હતો. જયારે સ્વાતિને યુવરાજના નામ પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે ઘરેલું હિસા માત્ર શારીરિક હિંસા નથી. તેનો અર્થ માનશીક અને આર્થીક ઉત્પીડન છે.
જયારે આકાંક્ષ સાથે ખોટું થઈ રહ્યું હતું, ત્યારે યુવરાજ ચૂપ રહ્યો હતો. સ્વાતિનું કહેવું છે કે, આકાંક્ષાનો પતિ અને સાસુએ તેના પર બાળક માટે દબાણ કર્યું જેમાં યુવરાજની પણ સહમતિ હતી.
સ્વાતિનું કહેવું છે કે શબનમ દરેક મામલે હાવી થવાની કોશિશ કરે છે અને યુવરાજ તથા જોરવરની વાતોમાં પણ હંમેશા હસ્તક્ષેપ કર્યા કરે છે. આકાંક્ષાના વકીલ સ્વાતી મલિકે જણાવ્યુ કે આ મામલે પેહલી સુનાવણી ૨૧ ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.
